મળતી માહિતી પ્રમાણે, સ્વાતિબેનના તુષાર સાથે 2011માં લગ્ન થયા હતા. 2012થી સ્વાતિબેનના સાસરીયામાં ચાલતાં ઝઘડાના કારણે પોતાના પિયરમાં જ રહે છે. સાસરિયાઓ વિરુદ્ધમાં કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે.
બુધવારના રોજ બપોરના સમયે સ્વાતિબેન ઘર પાસે દવા લેવા ગયા હતા. જ્યાં સ્વાતિનો પતિ તુષાર ગાડીમાં તેને સાથે લઈ ગયો હતો. જ્યાંથી કાંકરીયા અને બાદમાં તેના ઘરે લઈ ગયો હતો. ત્યાં સ્વાતિ સાથે અસભ્ય વર્તન કરી તેને તલાક આપવા માટે દબાણ કર્યુ હતું. જેને લઇને સ્વાતિએ ના પાડતા જ તુષારે ઉશ્કેરાઈ જઇને સ્વાતિના નાક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેના પગલે સ્વાતિને ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારે પાડોશીઓએ વચ્ચે પડી ઝઘડો થાળે પાડ્યો હતો. બાદમાં સ્વાતિને સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
આ સમગ્ર મામલે સ્વાતિબહેને પતિ અને સસરિયાઓમાંથી કુલ 12 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.