- 258 દિવસમાં પોલીસની કામગીરી
- 32096 જાહેરનામાં ભંગના ગુના નોંધાયા
- 41885 લોકોની ધરપકડ કરાઈ
અમદાવાદ: કોરોના શરૂ થતાં સરકાર તરફથી લોકડાઉન આપવામાં આવ્યું હતું. તે દરમિયાન અને અનલૉક શરૂ થતાં ઘણી બધી બાબતોમાં પાબંધી મૂકવામાં આવી હતી. તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, ત્યારે અમદાવાદમાં અત્યાર સુધી 41885 લોકોએ જાહેરનામાનો ભંગ કર્યો છે. જે બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
258 દિવસમાં 41885 લોકોની ધરપકડ
અમદાવાદમાં પોલીસ તરફથી જાહેરનામું ભંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ભીડ ભેગી કરવી, કરફ્યૂનો અમલ ના કરવો વગેરે જેવી બાબતો અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 24 માર્ચથી 5 ડિસેમ્બર સુધીમાં પોલીસ જાહેરનામા ભંગ બદલ 33096 ગુના નોંધીને 41885 લોકોની ધરપકડ કરી છે.
માસ્ક માટે 14.90 કરોડ દંડ વસૂલવામાં આવ્યો
આ ઉપરાંત પોલીસ દ્વારા માસ્ક ના પહેરનારા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં માસ્ક ના પહેરનારાને દંડવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધી 14.90 કરોડ કરતાં પણ વધુ રકમનો દંડ અમદાવાદીઓ પાસેથી વસૂલવામાં આવ્યો છે.