અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી સમયમાં વર્ષ 2023 24 નું વાર્ષિક બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશનના ચૂંટાયેલી પાંખના તમામ કાઉન્સિલર અને ધારાસભ્યો સાથે એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા વાર્ષિક બજેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કાઉન્સિલરો અને ધારાસભ્ય સાથે બેઠક: અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2023 24 નું અનુલક્ષીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 17 તારીખ પક્ષના તમામ કાઉન્સિલર અને ધારાસભ્ય સાથેની એક બેઠક આજે મળી છે. બેઠકમાં ભાજપના તમામ ચૂંટાયેલા કાઉન્સિલરો અને અમદાવાદમાં આવનાર 16 વિધાનસભા બેઠકના ધારાસભ્યોના વિસ્તારોમાં કોઈપણ કામને અગ્રીમતા આપી શકાય તે માટે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરી જનતાના અભિપ્રાયો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં પહેલી વખત અમદાવાદ શહેરની જનતાના પણ મત માંગવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરની જનતા પોતાના શહેરમાં કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ બજેટમાં કયા કયા વિકાસના કામો મૂકી શકાય તે માટે તમામ શહેરી જનતાનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ શહેરના નગરજનો દ્વારા ઘણા બધા સૂચનો મળ્યા હતા. જેમાં ખાસ કરીને રોડ રસ્તા અને ડ્રેનેજના કામોનાનો આવ્યા છે.
ભેદભાવ રાખ્યા વિના વિકાસ: વધુમાં ઉમેર્યું હતું કે અમદાવાદ શહેરના તમામ વોર્ડને કોઈપણ જાતનું ભેદભાવ રાખ્યા વિના સર્વાંગી વિકાસ કરવામાં આવશે. પછી ભલે વિપક્ષના બોર્ડમાં સમાવેશ થતો ગોમતીપુર, મકતમપુરા, દાણીલીમડા વોર્ડ પણ હોય તમામ વોર્ડને ધ્યાનમાં રાખીને સર્વાંગી વિકાસ કરવામાં આવશે. ગત વર્ષેના બજેટમાં બહેરામપુરામાં 30 બેડની હોસ્પિટલ પણ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્ય ઉદ્દેશ અમદાવાદ શહેરની જનતાને સંપૂર્ણ વિકાસ મળે તે જ છે અને આગામી સમયના બજેટમાં પણ એ જ ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરનો વિકાસ કરવામાં આવશે.
8400 કરોડનુ બજેટ: ઉલ્લેખની છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા વર્ષ 2023 24માં 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. આ બજેટમાં સ્માર્ટ પાર્કિંગ,ઓવર બ્રિજ, નવા વ્હાઇટ ટોપીંગ રોડ, અર્બન ટ્રાન્સપોર્ટ સર્વિસ,હેલ્થ અને હોસ્પિટલ જાહેર મકાનો જેવા વિકાસના કામોને લેવામાં આવ્યા છે.ત્યારે આજની આ બેઠકમાં તમામ કાઉન્સિલરના સૂચનો બાદ બજેટ આગામી સમયમાં સ્ટેન્ડની કમિટીમાં રજૂ કરવામાં આવશે. સ્ટેન્ડની કમિટીમાં રજૂ કર્યા બાદ સુધારા સાથેનું બજેટ અમલમાં મૂકવામાં આવશે.