અમદાવાદ- દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાંથી ભાગ લઈને આવેલા તબલીગી જમાતના લોકો મોટી સંખ્યામાં કાલપુર, દરિયાપુર વિસ્તારમાં રહેતાં હોવાથી પાછલા કેટલાક દિવસોમાં આ વિસ્તારમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધી છે. આ વિસ્તારની વર્તમાન સ્થિતિ ભયજનક હોવાથી અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા સિટી વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાયા છે. અને 12 દરવાજા પાસે ચેક પોઈન્ટ ઉભા કરાયાં છે.
અમદાવાદના કાલપુર, દરિયાપુર અને પ્રેમ દરવાજા એ કોરોનાના હોટસ્પોટ વિસ્તારો છે. જેથી કોર્પોરેશન દ્વારા લૉક ડાઉનનું ચુસ્ત પાલન કરાવ્યું છે. જો કે કાલુપુર વિસ્તાર ભારે ટ્રાફિકવાળો વિસ્તાર છે. ચોખાબજાર, અનાજકઠોળનું હોલસેલ માર્કેટ, તેલ બજાર, માવા બજાર, શાકભાજી બજાર, ફ્રૂટ માર્કેટ જેવા અનેક બજારો આવેલા છે, આ બજારો આજે સૂમસામ થઈ ગયાં છે.
કાલુપુર-દરિયાપુરમાં વધતાં કોરોના કેસ પછી લૉકડાઉનનો ચૂસ્ત અમલ…જૂઓ વિડીયો - લૉક ડાઉન
અમદાવાદના હોટસ્પોટ કાલુપુર, દરિયાપુર, વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયાં છે. કાલુપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં લૉક ડાઉનની અસર આંશિક જોવા મળી હતી. પણ કોરોનાના કેસની સંખ્યા વધી ત્યાર પછી લૉક ડાઉનનું ચુસ્ત પાલન થયું છે. કાલુપુર-દરિયાપુર વિસ્તાર આજે સાવ સૂમસામ હતો. જૂઓ વિડીયો