નવા ટ્રાફિક નિયમ પ્રમાણે જે વાહનચાલક PUC ન હોય તેને પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. અગાઊ આ દંડની રકમ માત્ર 100 રૂપિયા હતી. જેથી વાહનચાલકો દંડ ભરીને છૂટા થઈ જતાં. પણ ટ્રાફિક નિયમોનું પાલન કરતાં નહોતા.
વાહનચાલકોની આ બેદરકારીને ધ્યાનમાં રાખીને સરકારે નવા ટ્રાફિકના નિયમો અમલમાં મૂક્યાં છે. સાથે જ દંડની રકમમાં વધારો કર્યો છે. જેથી શહેરના અનેક વિસ્તારોમાં PUC કાઢી આપતી દુકાનોની બહાર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે કેટલાંક વાહનચાલોકો આ નિયમને આવકારકા તો કેટલાંક આ નિયમનો વિરોધ કરતાં જોવા મળ્યાં હતા.
છેલ્લા 3 દિવસથી લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને PUC કઢાવાતા જોવા મળે છે. દિવસ દરમિયાન આશરે 300 જેટલા લોકો PUC કઢાવે છે. આ પહેલાં વાહનચાલકોમાં PUCને લઈ કોઈ ખાસ જાગ્રતા જોવા મળતી નહોતી. પણ જ્યારથી સરકાર દ્વારા દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારથી દરેક વાહનચાલકો ટ્રફિક નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યાં છે.