અમદાવાદ: કોરોનાની મારામારીમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ છે. જોકે, કોરોનાની ગાઇડલાઇન્સનો ભંગ થયેલો આ પ્રક્રિયામાં જણાઈ આવે છે. કારણ કે, આ પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ માટે આવેલા યુવક અને યુવતીઓ એ સોશિયલ ડિસ્ટસીંગ રાખ્યું નથી તેમજ ઝેરોક્ષની દુકાન પર લોકોના ટોળા વળ્યા હતા.
અમદાવાદની તમામ દુકાનો પર એક મીટરનું અંતર રાખવા અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓ સુચના આપે છે, પણ આરોગ્ય ભવનમાં જ આ સૂચનાનો અમલ થયો નહીં. મ્યુનિસિપલ કમીશ્નર માત્ર ટ્વીટર પર સુચના આપવામાં સક્રિય છે. અમદાવાદ મહાનગર પાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારીની કચેરી બહાર જ મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે.