અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક પરિણીતાએ (suicide case Ahmedabad)સાસરિયાઓના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ગત સપ્તાહમાં જ રામોલમાં પરિણીતાએ સાસરીયાઓના ત્રાસથી આપઘાત કર્યો હતો, જેમાં આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતામ ત્યારે ફરી એકવાર તે જ પ્રકારનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ અને દિયરના ત્રાસથી કંટાળીને ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. યુવતીના પતિ અને દિયર દ્વારા તેની સાથે મારઝૂડ કરી હેરાન કરતા તેણે આ પગલું ભર્યું હોવાથી અમરાઈવાડી પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણ અંગે ગુનો દાખલ કરી બંને ભાઈઓની ધરપકડ કરી છે.
ફરિયાદ નોંધાવી અમરાઈવાડી વિસ્તારમાં રહેતા (suicide case Ahmedabad)28 વર્ષીય કોમલબેન વણઝારાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓના અને તેઓની નાની બહેન કાજલના લગ્ન અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ગોવિંદ વણઝારા અને યોગેશ વણઝારા સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદથી તે બંને બહેનોને બંને ભાઈઓ દ્વારા સારી રીતે રાખવામાં આવી હતી, જે બાદ ફરિયાદીના દીયર દ્વારા તેની બહેન કાજલને અવારનવાર દારૂ પીને ત્રાસ આપવામાં આવતો હતો. અને સાથે જ ફરિયાદીના પતિ પણ દારૂ પીવાની ફૂટેવ ધરાવતો હોવાથી તે પણ અવારનવાર મારઝૂડ કરતો હતો.
આ પણ વાંચો ભાવનગરના બંટી બબલી, વેપારીને હનીટ્રેપમાં ફસાવી અઢી કરોડ માગ્યા
ફરિયાદીના પતિ 31મી ડિસેમ્બરના રોજ (suicide case Ahmedabad)રાતના સમયે ફરિયાદીના પતિ બહારથી આવ્યા હતા અને ફરિયાદીએ તેઓ ક્યાં ગયા હતા તેવું પૂછતા તેણે ઝઘડો કર્યો હતો. અને તેને મારમાર્યો હતો, જો કે તે સમયે બાજુના રૂમમાંથી બહેન કાજલ પણ ત્યાં આવી હતી. અને બહેનને કેમ મારો છો તેવું કહેતા ફરિયાદીના પતિએ તેને પણ બોલીને માર માર્યો હતો. અને તેઓ વચ્ચે મિલકત બાબતે પણ ઝઘડો થતા સાસુ સસરા સહિત તમામ ભેગા થઈ ગયા હતા. જે બાદ બંને ભાઈઓએ બંને બહેનોને કહ્યું હતું કે તમે બંને મરી જાવ, અમે અમારા છોકરાઓને પાડી લઈશું અને જો અહીંયા રહેવું હોય તો અમારો માર ખાવો પડશે. જે બાબતનું કાજલને લાગી આવ્યું હતું.
આ પણ વાંચો હેવાન પિતાએ પત્નીની ગેરહાજરીમાં પુત્રીને પીંખી, માતા બની રણચંડી
બહેનો સૂઈ ગઇ રાતના સમયે બંને બહેનો સૂઈ ગઇ હતી અને સવારે ફરિયાદી કોમલબેનને દીયર યોગેશે બોલાવતા હતા તેણે રૂમની બહાર જઈને જોતા નાની બહેન કાજલ વણઝારાએ લોખંડની એંગલમાં સાડી દ્વારા ગળેફાસો ખાધો હતો. જેથી તરત જ તેને હોસ્પિટલમાં લઇ જતા તબીબે મૃત જાહેર કર્યા હતા.
ભાઈઓની ધરપકડ અંતે આ સમગ્ર (suicide case Ahmedabad)મામલે કોમલબેન વણઝારાએ પતિ ગોવિંદ વણઝારા અને દિયર યોગેશ વણઝારા સામે ઘરેલુ હિંસા અને શારીરિક માનસિક ત્રાસ આપી નાની બહેનને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરવા બદલ અમરાઈવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી બંને ભાઈઓની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે આરોપીઓની વધુ તપાસ અને પૂછપરછ પોલીસે હાથ ધરી છે.