અમદાવાદઃ વિધ્ન વિનાશક ગણપતિ બાપાને ગણેશોત્સવના દસ દિવસ તો ઘણાં ભક્તો લાડ લડાવે છે. પરંતુ અમદાવાદના લાલ દરવાજા સ્થિત ઐતિહાસિક ગણપતિ મંદિરમાં જ્યારે પણ દર્શને જવા મળે તો દાદાના દિવ્ય દર્શન કંઇક નોખાઅનોખાં જ જોવા મળતાં હોય છે. અમદાવાદની વિકાસયાત્રાના 350 વર્ષના સમયગાળાથી વધુ સમય સાક્ષી વિનાયક એવા અહીંના સિદ્ધિવિનાયક દાદાના મંદિરના વિશેષ મહાત્મ્ય વિશે વધુ જાણીએ.
સાબરમતીના પૂર્વ કિનારે સ્થિત લાલ દરવાજામાં ગણપતિ મંદિર : અમદાવાદના સાબરમતી નદીના પૂર્વ કિનારે લાલ દરવાજા વિસ્તારમાં ઐતિહાસિક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. આ ગણપતિ દાદા મંદિર અંદાજિત 350 વર્ષ જૂનું સરકારના શાસનમાં બાંધવામાં આવ્યું હોય તેવું માનવામાં આવે છે. આ ગણપતિ દાદાની જમણી બાજુની સૂંઢ હોવાથી સિદ્ધિવિનાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે આ ગણપતિદાદાની મૂર્તિ સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયેલ ગણપતિ દાદાની મૂર્તિ પણ અહીં બિરાજમાન છે.
આ પણ વાંચો એવા ગણપતિ જે મૂષકના ટેકે નથી બેઠા, મૂર્તિ મનાય છે શિલ્પકાળનો સુવર્ણયુગ
સિદ્ધિવિનાયક ગણપતિ તરીકે ઓળખાય છે : આપણા હિન્દુ ધર્મની અંદર શુભ પ્રસંગમાં સૌથી પહેલા ગણપતિ દાદાને પ્રાર્થના કરવામાં આવે છે. અમદાવાદના લાલ દરવાજામાં પણ એક ઐતિહાસિક અને પૌરાણિક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. જેવો મહિમા મહારાષ્ટ્રના સિદ્ધિવિનાયકનો છે. તેવો જ મહિમા આ ગણપતિ દાદાનો છે. અહીંના ગણપતિદાદાને પણ સિદ્ધિવિનાયક તરીકે જ ઓળખવામાં આવે છે. જે ફક્ત અહીંયા દર્શન કરવા મળે છે. ત્યારે ભક્તો આસ્થા સાથે ગણપતિ દાદા સામે શિશ નમાવીને પોતાને ધન્ય અનુભવે છે.
પેશ્વાકાલીન મંદિર : સાબરમતી નદીના કિનારે આવેલા આ મંદિર વિશે મંદિરના ટ્રસ્ટી રવીન્દ્રભાઈએ જણાવ્યું હતું કે આ મંદિરમાં ગણપત દાદા જમણી સૂંઢ ધરાવે છે. જેમાં રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન છે. આ મંદિર પેશ્વાકાલીન મંદિર છે. વસંત પંચમીના આગળના દિવસે મહા સુદ ચોથ આવે છે. ત્યારે ગણપતિ દાદાનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. જેમાં આ બપોરના 12:00 વાગ્યા સુધી હરિ કીર્તન કરવામાં આવે છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લાલ દરવાજામાં સાબરમતીના પૂર્વ કિનારે આ મંદિર આવેલું છે. આ મંદિર અમદાવાદના સાબરમતી નદી કિનારે પૂર્વ બાજુ આવેલું જૂનામાં જૂનું મંદિર ગણવામાં આવે છે.
જમણી સૂંઢ ધરાવતા ગણપતિ અમદાવાદના ભદ્રના કિલ્લા નજીક લાલ દરવાજા વિસ્તારમાં વસંત ચોક પાસે સાબરમતીના પૂર્વ કિનારે અંદાજે 350 વર્ષ પહેલાં પેશ્વાઓના શાસનકાળમાં ગણપતિ દાદાનું મંદિર બાંધવામાં આવ્યું હતું. આ મંદિરની અનોખી વિશેષતા ધરાવે છે. અહીં બેઠેલા ગણપતિ જમણી સૂંઢ ધરાવે છે. એટલું જ નહીં રિદ્ધિસિદ્ધિ સાથે પણ તે બિરાજમાન છે. પેશ્વાકાળમાં આ બંધાયેલું આ મંદિર સ્વયંભૂ પ્રગટ થયાની લોકવાયકા છે. જૂની બાંધણી મુજબ પહેલા આ મંદિર અંધારિયા ખંડ જેવું હતું.
આ પણ વાંચો 21 ચતુર્થીનું પુણ્ય ફળ આપતી ચતુર્થી એટલે અંગારકી ચતુર્થી, શું છે આ તહેવારનું ધાર્મિક મહત્વ
સિંદૂુરી રંગના ગણપતિ : મોગલ શાસન બાદ અમદાવાદમાં ગાયકવાડી શાસન હતું. તે સમય ભદ્ર વિસ્તારમાં ગાયકવાડ સુબા સાથે આવેલા તથા અનેક પેઢીઓથી અમદાવાદમાં વસતા મરાઠીઓ ગણાતા. હાલમાં જોકે જૂના રહીશો ખૂબ જ ઓછા રહ્યા છે. પરંતુ અહીં મંદિર ખાતે આજે પણ ચારેબાજુ જોવા મળી રહે છે. જૂના પેશવાકાળમાંનું આ ગણપતિદાદાનું મંદિર પહેલા અંધારીયા ખંડ જેવું હતું. ત્યાં સિંદૂરી રંગના ગણપતિ સ્વયંભૂ પ્રગટ થયાની વાયકા છે. કહેવાય છે કે જમણી તરફની સૂંઢ ધરાવતા ગણપતિ પિતા શંકરથી પણ શ્રેષ્ઠ છે.
જમણી સૂઢ ધરાવતા ગણપતિના મંદિર ખૂબ જ ઓછા : જમણી સૂંઢ ધરાવતા મંદિરો આપણા દેશમાં 25 જ ગણપતિ છે. આમાં એક ગણપતિ છે ગણપતિની મૂર્તિ જમણા સૂંઢ છે. તેથી તેને સિદ્ધિવિનાયક પણ કહેવામાં આવે છે. રિદ્ધિ અને સિદ્ધિ ગણપતિની બે પત્નીઓ છે. તેમના સિદ્ધિનું સ્થાન જમણી બાજુ હોય રિદ્ધિ બાજુ સૂંઢ વાળીને બેઠા હોય તેવા ગણપતિ શ્રી સિદ્ધિવિનાયક કહેવામાં આવે છે. સિંદૂરી રંગના આરસ પહાણના એક જ પથ્થરમાંથી બનાવેલી આ મૂર્તિ ચતુર્ભુજધારી છે. અમદાવાદમાં ભદ્ર વસંત ચોક પાસે આવેલા ગણપતિ દાદા પણ શક્તિ સ્વરૂપે દેવ તરીકે બિરાજમાન ગણાય છે.
દર્શન માટે લાંબી લાઈન લાગે છે : ગણપતિ બાપાની સ્થાપના કરવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અન્ય એક પ્રતિમા ગણપતિ બાપાની મૂર્તિ પ્રગટ થઈ હતી. જે સ્વયંભૂ પ્રગટ હોવાથી લોકોમાં માન્યતા ખૂબ જ વધી ગઈ છે. જેથી અન્ય પ્રતિમાની બાજુમાં પણ સ્વયંભૂ પ્રગટ થયેલ ગણપતિ બાપાને મૂર્તિ પણ બિરાજમાન કરવામાં આવી છે. ગણપતિ બાપા પ્રત્યે લોકોમાં અતૂટ શ્રદ્ધા રહેલી છે. જેના કારણે લાલ દરવાજાના ગણપતિ બાપા પ્રત્યે દેશ અને વિદેશમાં પણ લોકો અતૂટ શ્રદ્ધા રહેલી છે. બાપાના દર્શન માટે ચોથના દિવસે અને મંગળવારે એક કિલોમીટર સુધી લાંબી લાઈન પણ જોવા મળી આવે છે.
મનોકામના પૂર્ણ થાય છે : ગણપતિદાદાના દર્શન કરવા આવનાર મહિલા શારદાબેને જણાવ્યું હતું કે કે ગણપતિ બાપા સમક્ષ પૂરી થયેલી માનતા લઈને લોકો આજે પણ મંદિરના દર્શનાર્થે આવતાં જોવા મળે છે. કોઈને ઘરનું ઘર થતું ન હોય, બાળકનો જન્મ થતો ન હોય અથવા લગ્નની સમસ્યાઓ રહેલી હોય અને બાપા સમક્ષ મનોકામના રાખવામાં આવે તો તે પૂર્ણ થતી હોવાથી લોકોનો અનુભવ પણ રહેલો છે. મેં પણ વિદેશ જવાની મનોકામના માંગેલી જે ગણપતિદાદાય પૂરી કરી હતી. જેથી હું અહીંયા દર્શન કરવા અચૂક આવું છું.