જસ્ટીસ સોનિયા ગોકાણીએ અમિત ભટ્ટનાગરને સ્લીપ એપનિયાની બિમારીની તપાસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફેફસા વિભાગના વડા સમક્ષ હાજર થઈ તપાસ કરાવવાનો આદેશ કર્યો હતો. જેલ સત્તાધિશોને પણ આ મુદ્દે સંબંધિત ઓર્ડરનું પાલન કરવા જણાવ્યું હતું. અમિત ભટ્ટનાગરના વચગાળાના જામીન 5મી મે ના રોજ પુરા થતાં જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં હાજરી આપી તપાસ કરાવવાનો આદેશ કર્યો હતો.
અગાઉ 24મી એપ્રિલે જસ્ટીસ સોનિયા ગોકાણીએ અમિત ભટ્ટનાગરની બિમારી સ્લીપ એપનિયાને લઈને જેલ સતાધિશને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો અને બિમારીને લગતી માહિતી અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ પાસેથી સર્ટિફિકેટ રજુ કરાવાનો હુકમ કર્યો હતો.
શું છે સ્લીપ એપનિયા...
સ્લીપ એપનિયા નિદ્ર દજ થાક લાગે છે અને જો યોગ્ય સારવાર ન મળે તો મોત પણ થઈ શકે છે. જેમાં શ્વાસ લેવાની પ્રક્રિયા અચાનક બંધ અને ચાલું થઈ જાય છે. આ બિમારીમાં ખુબ થાક લાગે છે.
ગત વર્ષ માર્ચ 2018માં સીબીઆઈએ અમિત ભટ્ટનાગર અને તેમના પિતા સુરેશ ભટ્ટનાગ વિરૂધ 11 બેંક જોડે 2654 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરી હતી. વર્ષ 2008થી ભટ્ટનાગર બંધુઓએ 2654 કરોડ રૂપિયાની ચુકવણી બેંકને કરી નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડિફોલ્ટર લિસ્ટમાં હોવા છતાં બેંક દ્વારા તેમને લોન આપવામાં આવતી હતી.