જસ્ટીલ બેલા ત્રિવેદી દ્વારા સંજીવ ભટ્ટના જામીન ફગાવતા ઓર્ડરમાં નોંધ્યું હતું કે, ભટ્ટને આઈપીસીની કલમ 302 હેઠળ સજા ફટકારવામાં આવી છે અને તે નિર્દોષ છે તેવા પૂર્વાગ્રહ મુદેના કોઈ પુરાવવા મળી આવ્યા નથી. સરકારી વકીલ મિતેષ અમીન દ્વારા કરવામાં આવેલી દલીલને પણ કોર્ટે માન્ય રાખીને ઓર્ડરમાં ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે ભટ્ટ કાયદાનો દુર-ઉપયોગ કરી કોર્ટનું અનાદર કર્યું છે. એટલું જ નહિં અરજદાર દ્વારા કોર્ટને ગેર-માર્ગે દોરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યું છે.
આ મુદ્દે ભટ્ટના વકીલ બી.બી.નઈકે હાઈકોર્ટમાં થતી સુનાવણીને અસરહીન ગણાવતી દલીલ કરી હતી. હાઈકોર્ટે ઓર્ડરમાં નોધ્યું કે, કેટલાક સાક્ષીઓના ઉલટ-તપાસ ન થઈ હોવાથી શું કોર્ટની સુનવણી અસરહીન થઈ છે કે કેમ એ મુદ્દો અપિલની અંતિમ સુનાવણી દરમિયાન ધ્યાને લેવાની જરૂર હતી.હાઈકોર્ટમાં સરકાર વતી રજુ કરાયેલા પુરાવવાથી હાલના તબક્કે ભટ્ટ વિરૂધ હત્યાનો કેસ પુરવાર થતો હોવાથી ભટ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ગ્રાહ્ય રાખી શકાય નહિ.
વર્ષ 1990 જામનગર કસ્ટોડિયલ ડેથ કેસ મુદ્દે સ્થાનિક શેસન્સ કોર્ટે સંજીવ ભટ્ટ અને અન્ય એક પોલીસ અધિકારી પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા ફટકારી હતી. જામનગરમાં જ્યારે રમખાણો થયા ત્યારે ભટ્ટ જિલ્લાના સુપ્રિટેન્ડેન્ટ હતા.લાલ-કૃષ્ણ અડવાણીની રથ-યાત્રાને પગલે VHP અને બજરંગલ દળ દ્વારા અપાયેલા બંધ દરમિયાન રમખાણમાં 133 લોકોના મોત થયા હતા. રમખાણના ગુનામાં પ્રભુદાસ અને રમેશચંદ્રની ધરપકડ કરાયા બાદ પ્રભુદાસનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હોવાનું સામે આવ્યું હતું.