અમદાવાદ : અમદાવાદમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાંથી વર્ષ 2019 માં ગુમ થયેલી બે બહેનોના લોપામુદ્રા અને નિત્યાનંદિતાને પાછી લાવવા માટે તેમના પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરવામાં આવેલી છે. આજે હાઇકોર્ટમાં યોજાયેલી વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. ગુમ થયેલી બંને દીકરીઓના પિતા જનાર્દન શર્મા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.
હેબિયસ કોપર્સ અરજી પર સુનાવણી : આજની સુનાવણી દરમિયાન અરજદારના વકીલ પ્રીતેશ શાહ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, હેબિયસ કોપર્સ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી એને સાડા ચાર વર્ષ જેટલી સમય વીતી ચૂક્યો છે અને હજુ સુધી અરજદારની દીકરીઓને પાછી લાવી શક્યા નથી. માટે આ કેસની તપાસ યોગ્ય ઓથોરિટીને સોંપવામાં આવે. હાલ બને દીકરીઓ જમૈકા હોવાની વિગતો છે તેમ છતાં પણ હજુ સુધી તેઓ પાછી આવી શકી નથી.
હાઇકોર્ટે પ્રશ્ન કર્યો : જોકે તેમની આ કેસની તપાસ સામે હાઇકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે તમને ફરીથી બ્લુ કોર્નર નોટિસ જાહેર કરવા માટે સૂચન આપવામાં આવ્યું હતું તો ફરીથી બ્લુ કોર્નર નોટિસ કાઢવામાં કેમ આવી નથી?
શું છે સમગ્ર કેસ : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો અમદાવાદના હાથીજણ વિસ્તાર પાસે આવેલા નિત્યાનંદ આશ્રમમાંથી વર્ષ 2019માં લોપમુદ્રા તેમજ નિત્યાનંદ નામની બંને દીકરીઓ ગુમ થઈ ગઈ હતી. જો કે પોતાની સ્વયં ભગવાન ગણાવતો એવો નિત્યાનંદ ઉપર દુષ્કર્મ સહિતના અનેક કેસ દાખલ કરવામાં આવ્યા હતાં અને તેમની સાથે જ આ બંને દીકરીઓ ગુમ થઈ ગઈ હતી.
બંને યુવતીઓને ઓનલાઇન હાજર થવા આદેશ : આ બંને દીકરીઓને પાછી મેળવવા માટે તેમના પિતા દ્વારા હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં આજે કેસની સુનાવણી બાદ તપાસ ચાલતા સામે આવ્યું હતું કે આ બંને દીકરીઓ જમૈકામાં છે. ત્યારે તેમને હાઇકોર્ટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર થવા માટે આદેશ આપ્યો હતો.
જમૈકા સરકાર સાથે કોમ્યુનિકેશન : આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટના તપાસના આદેશ મુજબ સરકારે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ સાથે કોમ્યુનિકેટ કરીને જમૈકા સરકારને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. ત્યાંની સરકાર સાથે કોમ્યુનિકેશન પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ મામલો હ્યુમન ટ્રાફિક મામલો છે તેવી વાત સામે આવી હતી. ઇન્વેસ્ટીગેશન ઓફિસર દ્વારા આ મામલે બ્લુ કોર્નર નોટીસ પણ જાહેર કરાઈ છે.. જોકે આજે સમગ્ર સુનાવણી બાદ હાઇકોર્ટે ફરીથી આગળ તપાસના આદેશ આપ્યા છે આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.