અરજદાર વતી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પીટીશનમાં રજુઆત કરવામાં આવી છે કે, પ્લોટ નંબર 26માં કરવામાં આવેલા બાંધકામને લઈને 2001માં સતાધિશો પાસેથી પરવાનગી આપવામાં આવી હતી. એ અંગેનો સર્વે મેપ પણ દર્શાવવામાં આવ્યો હતો. અરજદારનો આક્ષેપ છે કે તેમની સામે આવેલી સ્કીમના લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. આ અંગે કોર્પોરેશનને અનેકવાર રજુઆત કરાઈ હોવા છતાં પગલા લેવાયા નથી. અરજદારે પોતાના પ્લોટ મુદે મંજુરી મળ્યા હોવાના દસ્તાવેજ પણ રજુ કર્યા હતા.
કોર્પોરેશને ટીપી સર્વે નંબર 84માં અરજદારના રો-હાઉસમાં આવેલ પ્લોટનો કેટલોક હિસ્સો તોડી પાડવા માટેની નોટીસ પાઠવી હતી. આ મુદે અરજદાર વતી જવાબ પણ રજુ કરવામાં આવ્યા હતા. જોકે લેખિત અને મૌખિક રજુઆતને ધ્યાનમાં ન લેવાતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી. હાઈકોર્ટે આ મામલે હાલ પ્લોટનો કેટલોક હિસ્સો તોડી પાડવાના આદેશ પર મનાઈહુકમ આપ્યો છે.