હાઈકોર્ટે મંગળવારે સુરત અગ્નિકાંડ કેસમાં 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. જ્યારે બિલ્ડર હરસુખ વેકરિયા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ સહિત મોટાભાગના આરોપીઓની જામીન અરજી હાલ પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને 9મી ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.
સુરત અગ્નિકાંડને લઈને હાઈકોર્ટમાં હજી પણ બે અરજીઓ પેન્ડિંગ છે. જેમાં આરોપીઓને સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ સાથે મૃતકોના વાલીઓની અને જાહેરહિતની અરજીનો સમાવેશ થાય છે. અગાઉ હાઈકોર્ટે આ મુદ્દે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી સુરતમાં હાઈ-રાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફટી ઉપકરણના અમલીકરણનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં થયેલા અગ્નિકાંડમાં 22 લોકોના મોત થયા હતા. પોલીસે આ મામલે 11 આરોપીઓની ધરપકડ કરી હતી.