સમગ્ર વિગત અનુસાર આ બાબતે અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં દલીલ કરવામાં આવી હતી કે, વિવિધ રિક્ષા-સ્ટેન્ડ પર પોલીસ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને વાહન રિક્ષા-સ્ટેન્ડમાં પાર્ક કર્યા હોવા છતાં મેમો સહિતની બાબતો પર પોલીસ કમિશ્નર, AMC કમિશ્નનર અને કલેકટરને રજૂઆત કર્યા છતાં પગલા ન લેવાતા હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે.
અરજદારે પીટીશનમાં ઉલ્લેખ કર્યો છે. અમદાવાદમાં કુલ 2 લાખથી વધુ રીક્ષા છે. અને આશરે 3020 રિક્ષા-સ્ટેન્ડ ફાળવવામાં આવ્યા છે. જે ખુબ જ ઓછી છે. શહેરમાં રિક્ષાની સંખ્યા પ્રમાણે 25 હજાર જેટલા સ્ટેન્ડ હોવા જોઈએ. ઘણા સ્ટેન્ડ ખુબ જ નજીક આપી દેવામાં આવ્યા છે. સરકાર દ્વારા રિક્ષા સ્ટેન્ડના જે આંકડા આપવામાં આવ્યા છે. તેનાથી અડધી સંખ્યાના સ્ટેન્ડ વાસ્તવમાં આવેલા છે. એટલું જ નહિ કેટલાક રિક્ષા-સ્ટેન્ડ પર લોકોએ ગેરકાયદેસર કબ્જો કરી લીધો હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
હાઈકોર્ટે અરજદાર રાજવીર ઉપાધ્યાયની માંગણીઓને માન્ય રાખીને રાજ્ય સરકાર સહિત તમામ પક્ષકારને નોટીસ પાઠવી અગામી મુદતમાં જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.