અહેમદ પટેલના વકીલ બી.બી. નાયકે રજુઆત કરી હતી કે, બળવંતસિંહ રાજપૂત દ્વારા અહેમદ પટેલને જે પિટિશનની કોપી આપવામાં આવી છે તેમાં સહીની ઝેરોક્ષ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને તેના FSL તપાસની માગ કરી હતી.
હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું કે, જો પિટિશનના પાના ઓરીજનલ હોય તો તેના પર સહી ઝેરોક્ષમાં કઈ રીતે હોઈ શકે. અહેમદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામાં પિટીશન ઓરિજનલ હોવાનો દાવો કરાયો છે.
24 મી જૂનના રોજ ઉલટ તપાસ દરમિયાન અહેમદ પટેલના વકીલ દ્વારા પિટિશનની કોપી પર સહીની ઝેરોક્ષ હોવાનો દાવો કરાયો હતો. ત્યારબાદ ઇલેક્શન એપ્લિકેશન અહેમદ પટેલ તરફે દાખલ કરવામાં આવી હતી જેને હાઇકોર્ટે ફગાવી દીધી છે.