અમદાવાદ: સુરતના ખૂબ જ ચકચારી એવા ગ્રીષ્મા હત્યા કેસના (Grishma Murder Case )આરોપીના સજાના કન્ફર્મેશન માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુરતની સેશન કોર્ટે ગ્રીષ્મ હત્યા કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણીને હત્યારા ફેનીલને ફાંસીની સજા ફટકારી હતી જેને લઇને તેના કન્ફર્મેશન માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં ફેનિલની ફાંસીની સજાની કન્ફર્મ અરજી હાઈકોર્ટે સ્વીકારી છે.
આ પણ વાંચોઃ એક તરફી 'લવ' બાદ મળ્યું 'મોત'!
ફેનિલને દોષિત ઠેરવતા ફાંસીની સજા ફટકારી - ગુજરાત હાઈકોર્ટે કન્ફર્મેશન કેસને સ્વીકારીને કેસને દાખલ કરી દીધો છે. એટલું જ નહીં સરકારની અપીલના પગલે હત્યારાને હાઈકોર્ટે કરીને નોટિસ પણ પાઠવી છે. ટોક ઓફ ધ ટાઉન બનેલા અને સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચનારા ગ્રીષ્માં હત્યાકેસમાં ફેનીલ દિનદહાડે જાહેરમાં હત્યા કરી હતી ત્યારબાદ ફેનિલ સામે ગુનો નોંધાતા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરતની સેશન્સ કોર્ટે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવીને ફેનિલને દોષિત ઠેરવતા ફાંસીની સજા ફટકારી હતી.
આ પણ વાંચોઃ Grishma Murder Case 2022: ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો, પરિવારે કડર સજાની કરી માંગ
હાઇકોર્ટે ફેનિલને નોટિસ ઇશ્યુ કરી - ફેનિલની ફાંસીની સજા કન્ફર્મ રહે તે માટે સરકારની અપીલના પગલે હાઇકોર્ટે ફેનિલને નોટિસ ઇશ્યુ કરી છે. આ સમગ્ર મામલે હાઇકોર્ટે કેસની આગામી સુનાવણી 28 જૂનના રોજ નિયત કરી છે. પોલીસે આ કેસમાં 2,500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી અને 23 પંચનામા કર્યા હતા. સાથે જ પોલીસે આ કેસમાં 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો રજૂ કર્યા હતા. બીજી તરફ કોર્ટમાં સરકારી વકીલે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ (Rarest of the Rare Case) ગણાવી આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે.