અમદાવાદના પૂર્વ ઝોનમાં 166. 65mm ,પશ્ચિમ ઝોનમાં 111.60mm , ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 120.75 mm, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 195mm ,મધ્ય ઝોનમાં 123.01mm, ઉત્તર ઝોનમાં 122.53mm, અને દક્ષિણ ઝોનમાં 198.75mm વરસાદ નોંધાયો હતો. જેથી અમદાવાદ શહેર વરસાદી પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. શહેરના તમામ ગરનાળા અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે. જેથી વાહનચાલકો અને રહાદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તો કેટલાંક રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી ગંભીર અકસ્માત સર્જાવાની ભિતી સર્જાઇ રહી છે. જેથી પાણી નિકાલની કામગીરી વહેલી તકે કરવાની લોકમાગ પ્રબળ બની છે.
ધોધમાર વરસેલાં વરસાદના કારણે શહેરના મધ્ય ઝોનમાંથી 5 અને પશ્ચિમ ઝોનમાંથી 2 ફરિયાદો નોંધાઈ છે. આ ઉપરાંત ઝાડ પડવાની 3 ફરિયાદો નોંઘાઇ છે. આમ, 5 ઇંચ વરસેલાં વરસાદના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાસણા બેરેજનું લેવલ 131.00 ફૂટ નોંધાયું છે. તો બીજી તરફ નર્મદા મુખ્ય કેનાલમાં 853 ક્યુસેક પાણીની આવકમાં 565 ક્યુસેક પાણીનો વધારો નોંધાયો છે. છે. એટલે વાસણા બેરેજના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યાં છે.