ગુજરાતના ધારાસભ્ય લાખો, કરોડોની આવક ધરાવતા હોવા છતાં સરકારી લાભ લેવાનું ભૂલતા નથી. હમણા જ એક RTIમાં ખુલાસો થયો હતો કે, લાખો રૂપિયાની આવક મેળવતા ધારાસભ્યોએ પણ સરકાર પાસેથી 5થી 10 લાખનું મેડિકલ બિલ મેળવ્યું હતું. એક તરફ લોકોને મેડિકલ સુવિધા મળતી નથી તો બીજી તરફ સરકારના પ્રતિનિધિ સરકારી મેડિકલ બીલના નામે કમાણી કરી રહ્યા છે.
નીતિનભાઈએ આડકતરી રીતે ધારાસભ્યોને સરકારી મેડિકલ બિલનો ગેરફાયદો ઉઠાવતા રોકવાનું પ્રયત્ન કર્યો હતો. જ્યારે કોંગ્રેસના સભ્ય નીતિન પટેલને સવાલ કર્યા હતા કે, નીતિનભાઈ તમે સરકારી દવા લો છો કે ખાનગી હોસ્પિટલમાંથી..? ત્યારે તે બાબતે નીતિન પટેલે જવાબ આપ્યો હતો કે, સરકાર એક લાખ રૂપિયા જેટલો પગાર આપે છે તો હું ખાનગી હોસ્પિટલમાં જ સારવાર કરાવું છું. પરંતુ મેં અત્યાર સુધી સરકારમાં એક પણ મેડિકલ બિલ પાસ કરાવ્યા નથી.