અમદાવાદઃ કોરોના વાયરસ ભીતિને લઇને હાઇકોર્ટે લીધેલી સુઓમોટો જાહેરહીતની અરજીમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે જારી કર્યા નિર્દેશ
- કોર્ટ પરિસરમાં સ્વચ્છતા અને કોર્ટ કંપાઊન્ડ તેમજ ફ્લોર જંતુમુકત રાખવા માટે જરૂરી કાર્યવાહીના આદેશ
- કોર્ટ પરિસરના પ્રવેશ દ્વાર પર ટેમ્પરેચર ગન મુકવા કોર્ટે સરકારને કર્યો આદેશ. કોર્ટમાં આવતી વ્યક્તિને તાવ જણાઈ આવે તો તાત્કાલિક સારવાર અને નિદાન માટે મોકલી આપવા નિર્દેશ
- રાજ્યની તમામ અદાલતોમાં પક્ષકારોએ આવવાનો આગ્રહ રાખવો નહીં પક્ષકારોના વકીલો આ મુદ્દે તેમના અસીલોને યોગ્ય માહિતી અને સમજ આપે.
- પાર્ટી ઇન પર્સનની રુએ હાજર થતાં વ્યક્તિ કોર્ટમાં હાજર નહીં હોય તો તેમની સામે નકારાત્મક હુકમ નહીં કરાય
- હસ્ત ધનૂનના બદલે નમસ્તેનો આગ્રહ રાખવા કોર્ટે કર્યો હુકમ
રાજ્યભરમાં જાહેર સભાઓ કે પબ્લિક ગેધરિંગ અતિ આવશ્યક ન હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. હાઇકોર્ટે કોરોના વાઈરસ અંગે લીધેલી સુઓ મોટોમાં રાજ્ય સરકાર સહિતના તમામ પક્ષકારોને નોટિસ ઇશ્યૂ કરવાની સાથે એક અઠવાડિયામાં જવાબ રજૂ કરવા માટે અને એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવા માટે કોર્ટે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહ દરમિયાન કોરોના વાઈરસને લગતી જાહેરહિતની અરજી પર તાત્કાલિક સુનાવણીની જરૂર ન હોવાનો કોર્ટે આદેશ કર્યો હતો.