ETV Bharat / state

GSTR -3ની જગ્યા પર GSTR -3B ફોર્મને કાયમી રાખવાના સરકારના નિર્ણયને HCએ કર્યો રદ - rule

ગાંધીનગર: ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અમલમાં આવ્યાં બાદ GSTR -3ની જગ્યા પર GSTR -3B ફોર્મને હંગામી ધોરણે વાપરવામાં આવતું હતું. આ 3B ફોર્મ નિયત સમય સુધીમાં ન ભરવામાં આવે તો ટેક્સની રકમ ઉપર વ્યાજ લેવામાં આવશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. જેના કારણે કરદાતાઓને નુકશાન જતું હતું. પરંતુ હજારો કરદાતાઓને રાહત આપતો ચુકાદો હાયકોર્ટે આપ્યો છે. GSTR -3ની જગ્યા પર GSTR -3B ફોર્મને કાયમી રાખવાના સરકારના નિર્ણયને HCએ રદ કર્યો છે.

file photo
author img

By

Published : Jul 10, 2019, 9:42 AM IST

Updated : Jul 10, 2019, 12:11 PM IST

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અમલમાં આવ્યાં બાદ GSTR-3ને આજ સુધી નોટીફાઇ નહીં કરીને તેના બદલે કામચલાઉ ફોર્મ GSTR-3B લાવવામાં આવ્યો હતો. આ મુદતને વારંવાર લંબાવ્યા બાદ તેને મૂળ ફોર્મ GSTR-3ના બદલે 3Bને અંતિમ ફોર્મની જેમ ગણવામાં આવ્યું હતું અને જો આ 3B ફોર્મ નિયત સમય સુધીમાં ન ભરવામાં આવે તો ટેક્સની રકમ ઉપર વ્યાજ લેવામાં આવશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરવામાં આવી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા આ સંદર્ભે જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝને પડકારવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ એ.સી. રાવની ખંડપીઠે હજારો કરદાતાઓને રાહત આપતો ચુકાદો આપતાં આ નિર્ણયને ગેરકાયદે ઠેરવ્યો છે.

GST સંદર્ભે આ પહેલો મોટો ચુકાદો હોવાનું નિષ્ણાંતો કહે છે. ચુકાદાની દુરોગામી અસરથી દેશભરમાં વેપારી કરદાતાઓને વિલંબથી રિટર્ન ભરવા ઉપર ટેક્સ ચુકવવામાંથી મુક્તિ મળી શકશે.
આ સમગ્ર મામલે AAP એન્ડ કં., ચાર્ટર્ડ એકાઉન્ટ્સ તરફથી એડવોકેટ વિશાલ દવે, એડવોકેટ અવિનાશ પોદ્દાર અને એડવોકેટ નિપુન સંઘવી દ્વારા હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી. જેમાં એવા મુદ્દા ઉપસ્થિત કર્યા હતા કે, ‘GSTનો કાયદા વર્ષ 2017માં અમલમાં આવ્યો હતો. જે અંતર્ગત કરદાતાઓને ત્રણ રીતે રિટર્ન ભરવાના હતાં. જેમાં GSTR-1, GSTR-2 અને GSTR-3 એમ ત્રણ રિટર્ન ભરવાની જોગવાઇ રાખવામાં આવી હતી, પરંતુ GSTR-3ને આજદિન સુધી નોટિફાઇ જ કરવામાં આવ્યું નથી. તેના બદલે હંગામી ધોરણે ત્રણ મહિના માટે GSTR-3B લાવવામાં આવ્યું અને ત્યારબાદ તેની મુદતોમાં વારંવાર વધારો કરવામાં આવ્યો. દરમિયાન GSTના પોર્ટલમાં તકલીફ શરૂ થતાં અને GSTR-1 અને 2 ભરવામાં પણ મિસમેચ થઇ રહ્યું હતું. દરમિયાન GSTR-3B કે જેને GSTR-3ના બદલે હંગામી ધોરણે લાવવામાં આવ્યું હતું તેને કાયમી ફોર્મની જેમ ટ્રીટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. જેથી જો GSTR-3B કોઇ વેપારી કરદાતા દ્વારા નિયત સમય સુધીમાં ભરવામાં આવ્યો ન હોય તો તેને ટેક્સની રકમ ઉપર વ્યાજની ચુકવણી કરવાની રહે તેવું ઠરાવવામાં આવ્યું.’

અરજદાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે,‘GSTR-3B એ GSTR-3ના બદલે લાવવામાં આવેલી હંગામી વ્યવસ્થા હતી. તેથી તેને મૂળ GSTR-3 ફોર્મની જેમ ટ્રીટ કરી શકાય નહીં. પરંતુ આ ભૂલ ધ્યાનમાં આવતાં ઓથોરિટી દ્વારા એક જાહેરનામું કરીને GSTR-3ના બદલે GSTR-3B ફોર્મને અંતિમ ગણાવ્યો અને એની અસર પર પાશ્ચાદ્વર્તી જાહેર કરી દેવામાં આવી અને તે અંગે એક જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવી. જે જાહેરાત સંપૂર્ણપણે ગેરવ્યાજબી, ગેરકાયદેસર અને સત્તાથી વિપરીત હોવાથી તેને રદબાતલ ઠેરવવામાં આવે.’ હાઇકોર્ટની ખંડપીઠે અરજદારની અરજીને ગ્રાહ્ય રાખતાં GST ના મામલે મોટો ચુકાદો આપતાં ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી જાહેરાતને ગેરકાયદે ઠેરવી હતી.

Intro:ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અમલમાં આવ્યાં બાદ GSTR-3ને આજદિન સુધી નોટીફાઇ નહીં કરીને તેના બદલે ટેમ્પરરી ફોર્મ GSTR-3B લાવવામાં આવ્યો હતો. જેની મુદતને વારંવાર લંબાવ્યા બાદ તેને મૂળ ફોર્મ GSTR-3ના બદલે 3Bને અંતિમ ફોર્મની જેમ ગણવામાં આવ્યો હતો અને જો એ ફોર્મ નિયત સમય સુધીમાં ન ભરવામાં આવે તો ટેક્સની રકમ ઉપર વ્યાજ લેવામાં આવશે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી આ સમગ્ર મામલે હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરવામાં આવી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા આ સંદર્ભે જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝને પડકારવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ એ.સી. રાવની ખંડપીઠે હજારો કરદાતાઓને રાહત આપતો સીમાચિહ્નરૂપ ચુકાદો આપતાં આ નિર્ણયને ગેરકાયદે ઠેરવ્યો છે. Body:GST સંદર્ભે આ પહેલો મોટો ચુકાદો હોવાનું નિષ્ણાંતો કહે છે. ચુકાદાની દુરોગામી અસરથી દેશભરમાં વેપારી કરદાતાઓને વિલંબથી રિટર્ન ભરવા ઉપર ટેક્સ ચુકવવામાંથી મુક્તિ મળી શકશે.
આ સમગ્ર મામલે AAP એન્ડ કં., ચાર્ટર્ડ એકાઉન્ટ્સ તરફથી એડવોકેટ વિશાલ દવે, એડવોકેટ અવિનાશ પોદ્દાર અને એડવોકેટ નિપુન સંઘવી દ્વારા હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી. જેમાં એવા મુદ્દા ઉપસ્થિત કર્યા હતા કે,‘GSTનો કાયદા વર્ષ ૨૦૧૭માં અમલમાં આવ્યો હતો. જે અંતર્ગત કરદાતાઓને ત્રણ રીતે રિટર્ન ભરવાના હતાં. જેમાં GSTR-1, GSTR-૨ અને GSTR-૩ એમ ત્રણ રિટર્ન ભરવાની જોગવાઇ રાખવામાં આવી હતી. પરંતુ GSTR-૩ને આજદિન સુધી નોટિફાઇ જ કરવામાં આવ્યું નથી. તેના બદલે હંગામી ધોરણે ત્રણ મહિના માટે GSTR-3B લાવવામાં આવ્યું અને ત્યારબાદ તેની મુદતોમાં વારંવાર વધારો કરવામાં આવ્યો. દરમિયાન GSTના પોર્ટલમાં તકલીફ શરૂ થતાં અને GSTR-1 અને ૨ ભરવામાં પણ મિસમેચ થઇ રહ્યું હતું. દરમિયાન GSTR-3B કે જેને GSTR-3ના બદલે હંગામી ધોરણે લાવવામાં આવ્યું હતું તેને કાયમી ફોર્મની જેમ ટ્રીટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. જેથી જો GSTR-3B કોઇ વેપારી કરદાતા દ્વારા નિયત સમય સુધીમાં ભરવામાં આવ્યો ન હોય તો તેને ટેક્સની રકમ ઉપર વ્યાજની ચુકવણી કરવાની રહે તેવું ઠરાવવામાં આવ્યું.’
Conclusion:અરજદાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે,‘GSTR-3B એ GSTR-૩ના બદલે લાવવામાં આવેલી હંગામી વ્યવસ્થા હતી. તેથી તેને મૂળ GSTR-૩ ફોર્મની જેમ ટ્રીટ કરી શકાય નહીં. પરંતુ આ ભૂલ ધ્યાનમાં આવતાં ઓથોરિટી દ્વારા એક જાહેરનામું કરીને GSTR-૩ના બદલે GSTR-3B ફોર્મને અંતિમ ગણાવ્યો અને એની અસર પર પાશ્ચાદ્વર્તી જાહેર કરી દેવામાં આવી અને તે અંગે એક જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવી. જે જાહેરાત સંપૂર્ણપણે ગેરવ્યાજબી, ગેરકાયદેસર અને સત્તાથી વિપરીત હોવાથી તેને રદબાતલ ઠેરવવામાં આવે.’ હાઇકોર્ટની ખંડપીઠે અરજદારની અરજીને ગ્રાહ્ય રાખતાં GST ના મામલે મોટો ચુકાદો આપતાં ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી જાહેરાતને ગેરકાયદે ઠેરવી હતી.
Last Updated : Jul 10, 2019, 12:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.