અમદાવાદ: કંપનીઓના વકીલ વતી હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે કંપનીઓ દ્વારા સેમ્પલ કે ગીફટ તરીકે આપવામાં આવતી વસ્તુઓ જીએટીના મૂળ હેતું કે કોઈપણ પ્રકારનો ટેક્સ ન હોવો જોઈએ અને આવા પ્રતિબંધને લીધે તેને બંધારણીય માન્યતામાંથી પસાર થવું પડશે.
હાલમાં લાગુ નિયમો પ્રમાણે ફાર્માસીયુટીકલ કંપનીઓને ડોક્ટર કે ગ્રાહ્કોને આપેલા ફ્રી સેમ્પલ કે ગીફટ પર ટેક્સ ક્રેડિટ મળતું નથી. જ્યારે કન્ઝિયુર પ્રોડક્ટ કંપની અને અન્યોને પણ કેલેન્ડર, ચોકલેટ સહિતના ગીફટ કે સેમ્પલ પ્રોડક્ટ પર ટેક્સ ક્રેડિટ મળતું નથી. CGST કાયદાના સેક્શન 17(5)(h) મુજબ જે માલ ગુમ, ચોરી, નષ્ટ કે ગીફટ તરીકે આપવામાં આવ્યું તેના પર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ આપી શકાય નહિ.
ફાર્માસીયુટીકલ કંપની સાથે સંકલાયેલા કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કે ફાર્મા અને કન્ઝિયુર ગૂડ્સ કંપની કે જેઓ આ પ્રકારના સેમ્પલ અને ગીફટ આપે છે, તેમને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. કંપનીઓ પોતાના વ્યવસાયને વધારવા માટે સેમ્પલ કે ગીફટ આપતા હોય છે, પરતું જો તેમાં ક્રેડિટ ન આપવામાં આવે તો એ પડકારરૂપ સાબિત થાય છે.
અગાઉ જીએસટી વિભાગે પ્રોડક્ટ પર બાય વન ગેટ વન ફ્રી અથવા એકસટ્રા જથ્થા પર જીએસટી અથવા રિવર્સ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વસુલવાનો આદેશ કર્યો હતો. જોકે સત્તાધીશો તરફથી ખુલાસા બાદ આ મુદાનો નિકાલ આવ્યો હતો, પરતું ફ્રી સેમ્પલ કે ગીફટમાં એ લાગું પડતો નથી.