ગાંધીનગરઃ છેલ્લા કેટલાય સમયથી (Congress leader Harshad ribadiya) કોંગ્રેસના પાંચ જેટલા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને ગમે ત્યારે રાજીનામું આપી શકે છે. તેવી જાહેરાતો અને અહેવાલો વ્યથા થયા હતા. ત્યારે મંગળવારે સત્તાવાર રીતે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ કોંગ્રેસને અલવિદા (BJP Candidate Assembly Election 2022) કહી દીધું છે. હવે આગામી સમયમાં હર્ષદ વિબડીયા કમળનો આશરો લઈને વિધાનસભા વર્ષ 2022 ની ચૂંટણી લડશે.
ચર્ચાઓ હતીઃ વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં સમાવવા માટે છેલ્લા કેટલાય દિવસથી ચર્ચાઓ ચાલી રહી હતી. જેમાં અગાઉ જોડાવા તૈયાર પણ થયા હતા. પરંતુ સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે ભાજપ પક્ષે અમુક શરતો માની ન હતી. જેથી હર્ષદ રીબડીયાએ ભાજપમાં જોડાવા માટેની તૈયારીઓ પર પાણી ફેરવી નાખ્યું હતું. હવે એની શરતો મુજબ ભાજપ તૈયાર થતા તાત્કાલિક ધોરણે વર્ષો સુધી વળી રાજીનામું આપી દીધું છે. હવે સત્તાવાર રીતે ટૂંક સમયમાં જ ભાજપ પક્ષમાં જોડાઈને ગુજરાત વિધાનસભા 2022 માં વિસાવદર થી તેઓ ચૂંટણી લડશે.
કોંગ્રેસનો ગઢ મનાતોઃ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય હર્ષદ રીબડીયા છેલ્લા કેટલાય ટર્મથી વિસાવદરની બેઠક ઉપરથી સતત ચુંટાઈ આવતા હતા. જ્યારે વિસાવદરનો વિધાનસભા વિસ્તાર એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ભાજપ પક્ષે એક મોટું ઓપરેશન પાર પાડીને કોંગ્રેસનો ગઢ જ તોડી નાખ્યો છે. આમ હવે ભાજપ પક્ષ જ્યાં કોંગ્રેસના સતત જીતતા ધારાસભ્યોએ છે. તેમને તોડવાનું અને ત્યારબાદ જોડવાનું અભિયાન શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.
ધારદાર રજૂઆત કરતાઃ છેલ્લા કેટલાય વર્ષોથી હર્ષદભાઈ વિધાનસભામાં ખેડૂતોના પ્રશ્નો અને વન વિભાગના પ્રશ્નો બાબતે ધારદાર રજૂઆત કરવામાં આવી છે. ત્યારે વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં હરસિધ્ધિ પડ્યા ભાજપમાંથી ઉમેદવાર બનશે. ભાજપની સરકાર આવશે તો હર્ષદ રીબડીયાને વનપ્રધાન તરીકેની વાણી પણ થઈ શકે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે.