હાર્દિક પટેલના ફોટો સાથેના પોસ્ટર લાગ્યા છે. તેની પાછળના કારણો પણ રજુ કર્યા છે.
- અલ્પેશને જેલમાં મૂકી પોતે રાજકારણમાં જોડાઈ ગયો
- રાજકીય લાભ ખાટવા માટે 14 પાટીદારોનો ભોગ લીધો
- શહીદોના પરિવારને ન્યાય અપાવ્યા વગર રાજકારણમાં ગયો
- પાટીદારોને ગધેડે ચડાવી પાટીદારોના પ્રશ્નોને અધવચ્ચે મૂકીને રાજકારણના ઘોડે બેસી ગયો
- પાટીદારોને માર ખવડાવી પોલીસ જોડે દુશ્મની કરાવીને હાર્દિક ગદ્દાર રાજકારણમાં જોડાઈ ગયો
- પાટીદારોના દીકરાઓને જીવન સુધારવાની જગ્યાએ બરાબર કરીને રાજકારણમાં જતો રહ્યો
વધુમાં પોસ્ટરમાં લાગવામાં આવ્યું હતું કે હાર્દિક પાટીદાર સમાજનો થયો નથી. ત્યારે અન્ય સમાજનો શું થશે ?. આ ઉપરાંત હાર્દિકના સમર્થકોને પણ મેંસેજ આપવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું કે આ ગદ્દારના સમર્થકોએ સોસોયટીમાં આવવું નહિ.