આ વખતની ગરમી અકળાવનારી હતી. લોકોએ વરસાદના આગમન માટે હવન અને પૂજા શરુ કરી હતી. આ ઉપરાંત રાજ્યભરમાં પાણીની સખત તંગી સર્જાય હતી. હવે લોકોની આતુરતા ચરમસીમાએ પહોંચી છે. શનિવારે કેરળમાં મેઘરાજાનુ આગમન થયુ હતું. રવિવારે મેઘાની સવારી વાવાઝોડા સાથે મહારાષ્ટ્રમાં આવી પહોંચી હતી.
પરંતુ મહારાષ્ટ્રના પાડોશી રાજ્ય ગુજરાતમાં વરસાદના હજુ કોઈ અણસાર જોવા મળ્યા નથી. જેથી ગુજરાતના લોકો મેઘાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ગુજરાત હવે વરસાદથી તરબોર થાય માટે લોકો મેઘરાજાને પાર્થના કરી રહ્યા છે.