મુંબઈ/અમદાવાદ- રાષ્ટ્રીય કક્ષાએ મોડેલિંગ, એકટિંગ, ફેશન, ડાન્સ, જેવી વિવિધ કેટેગરીમાં અપાતાં આ એવોર્ડમાં બેસ્ટ મોડેલ 2020 માટે ગાંધીનગરની ગુજરાતી મોદી પરિવારની પુત્રવધુ પારુલ કશ્યપ મોદીને
આ એવોર્ડ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડીયો મુંબઇના ડિરેક્ટર નીરજ અગ્રવાલ અને સોશિયલ વર્કર આમલા રુજાજીના હસ્તે અપાયો છે.
રોયલ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા પાંચમો ભારત આઈકોન એવોર્ડ 2020 ઇસ્કોન ઓડિટોરિયમ જુહુ, મુંબઇમાં 6 માર્ચ, 2020ના રોજ યોજાયો હતો.
આ એવોર્ડ વિનર પારુલ મોદી વિશે આપને જણાવીએ કે તેમણે વિવિધ પ્રોડક્ટની ટીવી એડઝ, પ્રિન્ટ એડઝ, કેટલોગ શૂટ તેમ જ કોન્સેપ્ટ બેજ મોડલિંગ, બ્યૂટી કોન્ટેસ્ટ, રેમ્પ વોક અને બ્રાઇડલ મોડેલિંગમાં વિશિષ્ટ કામગીરી કરી છે.
ઉલ્લેખનીય છે કે 2016માં નવી દિલ્હીમાં યોજાયેલ ઈન્ટરનેશનલ બ્યૂટી એક્સ્પોમાં પણ પારુલ કશ્યપ મોદીએ સેકન્ડ રનર અપનું સ્થાન મેળવી પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યાં હતાં.
આ પ્રસંગે રોયલ હેરિટેજના ફાઉન્ડર અખિલ બંસલ ઉપરાંત બોલિવૂડ સિંગર સુદેશ ભોંસલે, ફેશન ડિઝાઈનર રોહિત વર્મા, ફિલ્મ મેકર મનસુર સુવાગી, તાનાજી ફિલ્મ બાળ કલાકાર આરુષ નંદ, ટીવી એકટ્રેસ હિના ખાન તેમ જ ગ્લેમર અને ઉદ્યોગ જગતના પ્રતિષઠિત મહેમાનો હાજર રહ્યાં હતાં.