નવી દિલ્હીઃ ગુજરાતમાં ચક્રવાત સક્રિય થવાના એંધાણ છે. પણ આ ચક્રવાતની અસર ભારતના નૈઋત્યના ચોમાસા પર થશે નહીં. હવમાન વિભાગના રીપોર્ટ અનુસાર કેરળમાં શુક્રવાર સાંજ સુધીમાં ચોમાસું સક્રિય થઈ જશે. આ માટેનું અનુકુળ હવામાન હાલમાં કેરળમાં તૈયાર થઈ ગયું છે. જ્યારે ગુજરાત રાજ્યમાં તારીખ 9થી પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થશે. તોફાની વરસાદ અને વાવાઝોડાની સંભાવનાને કારણે સૌરાષ્ટ્રના કાઠાળા વિસ્તારના વહીવટી તંત્રને એલર્ટ આપી દેવામાં આવ્યું છે.
સિસ્ટમ સક્રિય: દક્ષિણ અરબી સમુદ્રમાં પશ્ચિમી ફૂંકાવવાના શરૂ થઈ ગયા છે. જેના કારણે પવનમાં ડેપ્થ પણ વધ્યું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થવાની છે. કેરળ રાજ્યના કાઠાળા વિસ્તારો અને લક્ષદ્વિપ ટાપુ પર વરસાદી વાદળની જમાવટ થઈ રહી છે. ચોમાસું વરસાદની આગાહી તારીખ 1થી 8 જૂન વચ્ચ કરવામાં આવી છે. જ્યારે ગુજરાત રાજ્યમાં જૂનના બીજા અઠવાડિયામાં વરસાદ પડવાની સંભાવના છે. ગત વર્ષની તુલનમાં આ વર્ષે ચોમાસું એક કે બે દિવસ મોડું પડી શકે છે. જૂન મહિનો શરૂ થતાં જ લોકો ચોમાસાની રાહ જોવા લાગે છે. જો કે આ વર્ષે ચોમાસું કેરળમાં મોડું પહોંચી રહ્યું છે. હવામાન વિભાગે માહિતી આપી છે. સામાન્ય રીતે ચોમાસાની એન્ટ્રી 1લી જૂને થાય છે.
એકદમ અનુકૂળ: હવામાન વિભાગે કહ્યું કે, કેરળમાં ચોમાસાની એન્ટ્રીને લઈને તમામ પરિસ્થિતિઓ અનુકૂળ છે. સ્થિતિ ચોમાસાના પ્રવેશ માટે એકદમ અનુકૂળ છે. દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો અને સમગ્ર લક્ષદ્વીપ વિસ્તાર અને માલદીવ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણપશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, ઉત્તરપૂર્વીય બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો અને બંગાળની ખાડીના કેટલાક ભાગો અને ઉત્તરપૂર્વીય રાજ્યો પર દક્ષિણપશ્ચિમની સ્થિતિ છે. ચોમાસા આગળ વધવા માટે પણ સાનુકૂળ છે. ગયા વર્ષે કેરળમાં ચોમાસાએ વહેલી એન્ટ્રી કરી હતી. ગયા વર્ષે 29 મેના રોજ ચોમાસાની એન્ટ્રી થઈ હતી. અગાઉ વર્ષ 2021માં ચોમાસાની એન્ટ્રી 03 જૂને થઈ હતી. જ્યારે 2020માં ચોમાસાની એન્ટ્રી 01 જૂને થઈ હતી.
ગરમાવો અનુભવાયો: ગુજરાતની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં 42.5, રાજકોટમાં 41.5, અમરેલીમાં 41.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે વહેલી સવારે ભેજનું પ્રમાણ જોવા મળ્યું હતું. જ્યારે દિવસભર બફારો અનુભવાતા વાતાવરણમાં એક પ્રકારનો ગરમાવો અનુભવાયો હતો. સુરત, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લામાં તારીખ 11 સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ગાજવીજ સાથે વરસાદ થતા પવનની ગતિમાં પણ ફેર પડશે. આ વિસ્તારમાં પવન 50 કિમીની ઝડપે ફૂંકાશે. આ વર્ષે ભારતમાં સામાન્ય વરસાદ નોંધાશે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અલ-નીનો હોવા છતાં આ વર્ષે ભારતમાં સામાન્ય વરસાદ નોંધાશે. ચોમાસા દરમિયાન સરેરાશ વરસાદના 96% વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, તેમાં 5% વધુ કે ઓછો તફાવત હોઈ શકે છે.