અમદાવાદઃ રવિવારથી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત પંથકના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થાય એવી પૂરી શક્યતાઓ છે. ખાસ કરીને વડોદરાથી લઈને પંચમહાલ દાહોદ સુધી વરસાદ થઈ શકે છે. રવિવારથી ત્રણ દિવસ સુધી ચોમાસું માહોલ જોવા મળી શકે છે.
મુંબઈમાં વરસાદઃ આખરે મુંબઈમાં ચોમાસાની મુંબઈમાં એન્ટ્રી થઈ ગઈ છે. મુંબઈમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જેના પગલે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બિપરજોયની અસર બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ બંધાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રવિવારથી ચાર દિવસ સુધી વરસાદ પડી શકે એવી આગાહી કરી છે.
30 જુન સુધી વરસાદઃ હવામાન વિભાગના રીપોર્ટ અનુસાર આગામી 30 જુન સુધી વરસાદ પડી શકે છે. શનિવાર સાંજથી અમદાવાદના હવામનમાં પલટો જોવા મળ્યો હતો. રવિવારે સવારે પણ અમદાવાદના મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. સામાન્યથી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળતા ગરમીમાંથી થોડી રાહત થઈ હતી. અમદાવાદ શહેરમાં આઠ વર્ષ પહેલાં 25 જુનના દિવસે એક દિવસમાં પાંચ ઈંચ વરસાદ થયો હતો.
ભેજ વધ્યોઃ ચોમાસાને લઈને એક સિસ્ટમ સક્રિય થઈ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે. હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાએ કરેલી ગુજરાતમાં વિધિવત રીતે રવિવારથી ચોમાસું બેસી શકે છે. અમદાવાદમાં 80 ટકા વરસાદ થઈ શકે છે. 30 જૂન પછી વાતાવરણમાં ઉકળાટ અનુભવાઈ શકે છે. સોમવારે પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.