ETV Bharat / state

Gujarat Weather : ગુજરાતમાં પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીથી બચવા શું તકેદારી રાખશો? - ગુજરાત હવામાન

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હીટ વેવ રહેશે. તો કાળઝાળ ગરમીથી બચવા માટે શું તકેદારી રાખવી જોઈએ. આગામી પાંચ દિવસ 43થી 44 ડિગ્રી તાપમાન રહેવાની વકી છે ત્યારે ગરમીની અસરથી બચવા આટલું કરો.

Gujarat Weather : ગુજરાતમાં પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીથી બચવા શું તકેદારી રાખશો?

author img

By

Published : May 9, 2023, 5:46 PM IST

Updated : May 10, 2023, 1:15 PM IST

અમદાવાદ : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. તેવામાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર નેચરલ રિસોર્સ ડિફેન્સ કાઉન્સિલ, અમેરિકા અને IMD અમદાવાદના સહયોગથી અમદાવાદ હિટ એક્શન પ્લાન 2023 અમલી કરાયો છે. જે અનુસાર 10થી 14 મે દરમિયાન સંભવિત તાપમાન 43થી 44 ડિગ્રી સેલ્શિયસ વચ્ચે રહેવાનું અનુમાન છે.

બાળકો, સગર્ભા અને વૃદ્ધોની ખાસ કાળજી લેવી : હીટ વેવના કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે નાગરિકોએ વિશેષ કાળજી રાખવી આવશ્યક છે. હીટ વેવના કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે અમદાવાદ જિલ્લાના નાગરિકોને વિશેષ કાળજી લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં હીટ વેવની શક્યતાને જોતા નાગરિકોએ તકેદારીનાં પગલાં લેવાં જરૂરી છે. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બાળકો, સગર્ભા, વૃદ્ધો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

તુલનાત્મક વિશ્લેષણઃ ગત વર્ષ એટલે કે 2022ના મે મહિનામાં પણ 42 ડીગ્રી ઉપર તાપમાન જોવા મળ્યું હતું. જેમાં 8 મે 2022 થી 17 મે 2022 સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. જેમાં 8 મે ના રોજ 43 ડીગ્રી,9 મે રોજ 43 ડીગ્રી, 10 મે ના રોજ 43 ડીગ્રી, 11 મે ના રોજ 45 ડીગ્રી , 12 મે ના રોજ 44 ડીગ્રી, 13 મેના રોજ 45 ડીગ્રી,14 મે ના રોજ 45 ડીગ્રી, 15 મેના રોજ 44 ડીગ્રી 16મે 2022ના રોજ 44 ડીગ્રી અને 17 મેના રોજ 43 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.ત્યારે આ વખતે ફરી એકવાર 10થી 14 મે રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો

  1. Gujarat Weather Update : અમદાવાદમાં આગામી બે દિવસ યલો એલર્ટ, આટલા દિવસ 42 ડિગ્રી ઉપર તાપમાન જશે
  2. Climate change: હવામાનની પેટર્ન ફરીથી બદલાતા તીવ્ર હીટવેવ્સનો પ્રશ્ન ગંભીર
  3. Lassi recipes : ગરમીને હરાવવા માટે તાજગી આપતી આ લસ્સી ઘરે બનાવો

માથે ટોપી પહેર્યા વગર બહાર ન નીકળવું : હીટ વેવ સંબંધિત માહિતી માટે નાગરિકોએ રેડિયો સાંભળવો જોઈએ. ટી.વી.માં સમાચાર જોવા, હવામાન અંગે સ્થાનિક સમાચારની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન રાખવી જોઈએ. વાઈ, હૃદય, કિડની સંબંધિત બીમારીથી પીડાતા વ્યક્તિ જેમના શરીરમાંથી પ્રવાહીની માત્રાનો ઓછો નિકાલ થતો હોય તેમણે ડોક્ટરની સલાહ મુજબ પ્રવાહી લેવું. આ ઉપરાંત આખું શરીર અને પોતાનું માથું ઢંકાય તે રીતે સુતરાઉ અને ખુલતા કપડાં પહેરવાં. વધુમાં ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે. ખાસ કરીને નાનાં બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી આવશ્યક છે.

માટલાનું ઠંડુ પાણી પીવું : વધુ પડતી ગરમીના સંજોગોમાં ભીના કપડાથી માથું ઢાંકી રાખો. અવારનવાર ભીના કપડાંથી શરીર લૂછો, માટલાનું ઠંડુ પાણી વખતોવખત પીવું. આ ઉપરાંત લીંબુ શરબત, તાડ ફળી અને નાળિયેર પાણી, ખાંડ-મીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ વગેરે આરોગ્યપ્રદ પીણા પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ.

ગરમીથી બચાવ જરુરી
ગરમીથી બચાવ જરુરી

ચક્કર આવે તો ડોકટરનો સંપર્ક કરવો : કાર્યના સ્થળે ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા કરવી, કામદાર માટે આરામની વ્યવસ્થા કરવી, શુદ્ધ પાણી, છાશ, ઓ.આર.એસ.ના પેક, પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા કરવી, કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ ન આવે તેવી તકેદારી રાખવી. જાહેર વાહન વ્યવહારના સાધનો, અથવા કાર પુલિંગનો ઉપયોગ કરવો, સૂકાં પાંદડાં, ખેતીનો કે અન્ય કચરો બાળવો નહીં. ઊર્જાના વૈકલ્પિક સ્રોતોનો ઉપયોગ કરવો. ચક્કર આવતા હોય કે બીમારી હોય તેવા સંજોગોમાં તબીબી સલાહ લેવી અથવા ઘરના કોઈપણ સભ્યને તરત જાણ કરવી.

ચા કોફી અને દારૂના સેવનથી દૂર રહેવું : બજારમાં મળતો ખુલ્લો કે વાસી ખોરાક ખાવો નહીં. બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો. લગ્ન પ્રસંગે દૂધ-માવાની આઈટમ ખાવાથી દૂર રહેવું જ હિતાવહ છે. ઉપવાસ કરવાનું ટાળવું, સવારનું ભોજન 12 વાગ્યા સુધીમાં લઈ લેવું. ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન પણ ટાળવું. હીટ વેવની ચેતવણીના દિવસોમાં બપોરે 12 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. એર કન્ડિશન્ડનું તાપમાન 24થી વધારે નીચું ન રાખવું જોઈએ. બારીઓને રંગીન કાચ લગાવવો, અથવા સનશેડ લગાવવો, લીલા રંગના છાપરા, ઈન્ડોર છોડ લગાવવાથી તાપમાન નીચું રહે છે.

બારી બારણા પર ખસની ટટ્ટી બાંધવી : ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નહાવું, શક્ય હોય તો ઘરના બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી. ગરમીથી બચવા આટલી તકેદારી રાખવી જોઈએ. ગરમીથી બચવા માટે ખાસ વધુ પ્રમાણમાં પાણી પીવું, છાશ અથવા અન્ય આરોગ્યપ્રદ પ્રવાહી પીણા પીવા જોઈએ. આયુર્વેદ દ્રષ્ટિએ ગરમીની ઋતુમાં વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું શરબત ગુણકારી છે.

સીધા સૂર્યપ્રકાશથી બચીએ : લાંબો સમય તડકામાં ન રહીએ અને સીધા સૂર્યપ્રકાશથી બચીએ, હળવા રંગના કપડાં પહેરીએ, ઠંડકવાળા સ્થળ પર સમયાંતરે આરામ કરીએ અને નાનાં બાળકો, વૃદ્ધ સગર્ભાઓનું વિશેષ કાળજી રાખીએ.

સાવધાની એ જ ઉપાય
સાવધાની એ જ ઉપાય

લૂ લાગેલી વ્યક્તિના માથા પર પાણી રેડવું : લૂ લાગેલી વ્યક્તિની સારવાર માટે ભીનાં કપડાંનો ઉપયોગ કરવો અથવા તેના માથા પર પાણી રેડો. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ, અથવા લીંબુ સરબત, તોરાની જેવું પ્રવાહી આપવું. લૂ લાગી હોય તેવી વ્યક્તિને તાત્કાલિક નજીકના સ્વાસ્થ કેન્દ્ર પર લઈ જવા. તેના શરીરનું તાપમાન સતત વધતું હોય અથવા નબળાઈ કે ઉલ્ટીના સંજોગોમાં તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી. ઈમરજન્સીની સ્થિતિમાં 108 સેવાનો લાભ દ્વારા ત્વરિત સારવાર મેળવીએ.

ઉઘાડા પગે ન ચાલવું : હીટ વેવના સંજોગોમાં ઉઘાડા પગે ઘરની બહાર ન જવું. રસોડામાં રસોઈ કરતા સમયે હવાની અવરજવર માટે બારી રાખવી. પાર્ક્ડ વ્હિકલમાં પાળતું પ્રાણી કે બાળકોને એકલા ન રાખવા. વધુ માત્રામાં મસાલાવાળા, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારને ત્યજો. વધારે પડતી રોશનીવાળા વીજળીના બલ્બના ઉપયોગને ટાળવો. કમ્પ્યૂટર સહિતનાં બીજાં ઉપકરણો જરૂર ન હોય તો બંધ રાખવાં જોઈએ.

Last Updated : May 10, 2023, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.