અમદાવાદ: જો તમે છત્રી અને રેનકોટ સાચવીને મૂકી દીધા હોય તો ફરી કાઢજો. હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 16થી 22 સેપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદ પડી શકે છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાઓમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાંભાળના છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી: હવામાન વિભાગની આગાહી અનુસાર 13મી તારીખે ડાંગ, વલસાડ, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે. જોકે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ: હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાંભાળના છે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ: ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી તથા બોટાદમાં હળવો વરસાદ થઈ શકે છે. પરંતુ કચ્છમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
બંગાળની ખાડીમાં અસ્થિરતા: 11 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં એક અસ્થિરતા સર્જાવાનું શરૂ થઈ ગઇ છે અને આ અસ્થિરતાનાં કારણે આવનાર દિવસોમાં યોગ્ય હવામાન મળવાનાં કારણે લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને એ લો પ્રેશર ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.