અમદાવાદ: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. જેના કારણે આગામી 2 દિવસમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. જોકે હાલ બપોરે લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવે 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી પણ લોકોને રાહત મળશે.
મિશ્ર ઋતુનો અહેસાસ: ચોમાસા બાદ શિયાળાની શરૂઆતના આ ગાળાના સમયમાં ટ્રાન્જેસ્ટ મહિનો હોવાથી તાપમાન યથાવત રહેવાની સંભાવના જોવા મળી રહી છે. આ મહિના માં દિવસે 36 ડિગ્રી તાપમાન જ્યારે રાતે 21 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. હાલ તો વહેલી સવારની ગુલાબી ઠંડી સાથે વાતાવરણ સ્થિર રહેવાની સાથે ગરમીમાં આંશિક ઘટાડો નોંધાવાની હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા આગાહી કરવામાં આવી છે. લોકોને બપોરે ગરમી અને રાતે ઠંડકનો અનુભવ થશે.
- — IMD Ahmedbad (@IMDAHMEDABAD) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) October 25, 2023
">— IMD Ahmedbad (@IMDAHMEDABAD) October 25, 2023
નોંધનીય છે કે હાલમાં તેજ વાવાઝોડાથી ગુજરાતને રાહત મળી હતી. ત્યારે વાવાઝોડાને કારણે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. નવરાત્રી દરમ્યાન ચોમાસાની આગાહી પણ ખોટી સાબિત થતાં નવરાત્રીમાં ભંગ થતો અટક્યો હતો. ત્યારે હવે ગરમી અને ઠંડીના મિશ્ર વાતાવરણ વચ્ચે શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હવે આવનારા દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળે તેવા સમાચારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આવનારા દિવસોમાં હવામાનમાં ઠંડીનો અહેસાસ જોવા મળશે અને તાપમાનમાં આંશિક ઘટાડો પણ જોવા મળશે. હવે લોકોને વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગે હાલ તો વાતાવરણમાં કોઈ ફેરબદલ નહીં થવાના સંકેત આપ્યા છે. પરંતુ મોસમનો મિજાજ ક્યારે બદલાય તે કહેવું શક્ય નથી.