ETV Bharat / state

ઉત્તરાયણઃ આજે ધાબે દિવસ ઉગશે અને અગાશીએથી સૂર્ય આથમશે - Rajkot Uttrayan 2023

દાન, ડૂબકી, આસ્થા અને ઉત્સાહની ઉત્તરાયણ (Gujarat Uttrayan Celebration 2023) બે વર્ષ પછી ગુજરાતની પ્રજા આનંદથી મનાવશે. ખાસ કરીને મહાનગર અમદાવાદ, વડોદરા તેમજ રાજકોટમાં મોટાભાગના લોકોનો દિવસ અગાશી પર ઊગશે. જ્યારે સૂર્યાસ્ત પણ ધાબેથી થવાની છે. આખો દિવસ ઘરની અગાશીએ પસાર કરીને લોકો પોતાના (Uttrayan 2023) રૂટિનમાંથી બ્રેક લેશે.

ઉત્તરાયણઃ આજે ધાબે દિવસ ઉગશે અને અગાશીએ સૂર્યાસ્ત થશે

author img

By

Published : Jan 14, 2023, 7:23 AM IST

Updated : Jan 14, 2023, 7:30 AM IST

અમદાવાદઃ મોંઘવારીનો આર્થિક માર છતાં અમદાવાદ સહિત ચારેય મહાનગરમાં ઉત્તરાયણની આગલી રાત્રે લોકો પતંગ, ફીરકી, ટોપી તથા ચશ્માની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. અમદાવાદ શહેરના કોટ વિસ્તાર ગણાતા નારણપુરા, પાલડી, ધરણીધર તેમજ સેટેલાઈટમાં લોકોએ મોડી રાત સુધી ખરીદી કરી હતી. જુદી જુદી વેરાઈટી ધરાવતા પતંગની લોકોએ ખરીદી કરી હતી. આ વખતે અમદાવાદ શહેરમાં વિદેશથી આવતા મહેમાનો-એનઆરઆઈની સંખ્યામાં વધારો થતા કિન્ના બાંધેલી પતંગની માંગ સૌથી વધારે રહી હતી. અમદાવાદના વેપારીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે બે વર્ષ બાદ ઉત્તરાયણનો ઉત્સાહ જોવા મળે છે. પણ પતંગ, ફિરકી, ગોગલ્સ તથા ટોપી સહિતની વસ્તુઓમાં 25 ટકાનો સીધો ભાવ વધારો છે.

આ પણ વાંચોઃ Makar Sankranti 2023 : ઉત્તરાયણ એટલે શું, જાણો તેનો અર્થ અને ધાર્મિક મહત્વ

માર્કેટમાં ભીડઃ અમદાવાદના રાયપુર, કાલુપુર, ઘીકાંટા સહિતના પતંગ બજારમાં મોડીરાત સુધી ભીડ જોવા મળી હતી. માર્કેટમાં પગ મૂકવાની જગ્યા ન હતી. કિન્ના બાંધેલા પતંગ પૂરા થઈ જતા લોકોએ સાદા પતંગની ખરીદી કરી હતી. પતંગપ્રેમીઓ ગ્રૂપમાં પતંગની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. એક જ પેટન્ટના પતંગની ખરીદી વધારો જોવા મળી હતી. એક જ પ્રકારના પતંગની ખરીદીનો ક્રેઝ વધું જોવા મળ્યો છે. પતંગની સાથે ટોપીની માંગ બીજા ક્રમે રહી હતી. રૂપિયા 80થી લઈને 400 રૂપિયા સુધીની ટોપી એક જ રાતમાં વેચાઈ હતી. બીજી તરફ રાજકોટમાં પતંગપર્વની પૂર્વ સંધ્યાએ માર્કેટમાં લોકો બોર, શેરડી, તલ, ચિક્કી, લાડું, મમરા, જીંજરા જેવી ખાદ્ય વસ્તુઓ લેવા માટે નીકળ્યા હતા. જેના કારણે મુખ્ય માર્કેટમાં ભારેભીડ જોવા મળી હતી. આ વખતે જીંજરા (લીલા ચણા)ની ખૂબ આવક થઈ હોવાથી સારી એવી ઘરાકી જોવા મળી હતી.

સોમનાથમાં ઘસારોઃ મકરસંક્રાંતિનું પર્વ આ વખતે શનિવાર-રવિવાની રજામાં આવ્યું છે. શનિવારે સંક્રાંત અને રવિવારની રજા હોવાથી ઘણા એવા ફરવાના શોખીન શુક્રવાર સાંજથી જ નીકળ્યા પડ્યા હતા. પોતાનું વાહન લઈને જનારા પરિવાર-મિત્રોની સંખ્યા વધારે જોવા મળી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તીર્થસ્થાનો પર આગલા દિવસથી જ ભીડ શરૂ થઈ ગઈ હતી. સોમનાથમાં સંક્રાંતિ નિમિતે ગૌપૂજા, તલઅભિષેક તથા વિશેષ શૃંગારના દર્શન થશે. સોમનાથની ગૌશાળામાં 160થી વધારે ગીરની ગાય છે. ગૌભક્તો માટે ગાય દત્તક લેવા માટેની પણ વ્યવસ્થા છે. જ્યારે આ દિવસે ગાયનું પૂજન કરવા માટે પણ મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે. રજાના બે દિવસ હોવાથી ભક્તો સોમનાથ, ભાલકાતીર્થ, રામ મંદિર, ચોપાટી, ત્રિવેણી સંગમ જેવી જગ્યાઓ પર ઉમટ્યા છે.

આ પણ વાંચોઃ આ કારણે જ મકરસંક્રાંતિ પર ખાઈ છે ખિચડી, જાણો ધાર્મિક પરંપરા વિશે

પોલીસ ખડેપગેઃ ઉત્તરાયણના તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અમદાવાદ મહાનગરમાં 10 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે. સવારે છ વાગ્યાથી શહેરના મોટાભાગના વિસ્તારમાં એસઆરપીની કંપની ચાર, એક આરપીએફની ટીમ તથા છ હજાર પોલીસકર્મીઓ સ્ટેન્ડ ટુ મોડ પર રહેશે. આ ઉપરાંત 4000 જેટલા હોમગાર્ડ જવાનોની પણ ડ્યૂટી ફાળવી દેવામાં આવી છે. જાહેરમાં કે ધાબા પર દારૂની પાર્ટી કરતા લોકો પર પોલીસની ખાસ નજર રહેશે. રાજકોટમાં પીજીવીસીએલની ત્રણ શિફ્ટમાં નોકરી નક્કી કરાઈ છે. 21 સબ ડિવિઝનમાં એન્જિનીયરના સુપરવિઝન અંતર્ગત દર કલાકે રીપોર્ટિંગ થશે. ત્રણ શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક સ્ટાફ હાજર હશે. પતંગના દોરથી વીજ વાયર કટ થાય કે, પુરવઠો ખોરવાય જાય એ સમયે કોઈ મોટી મુશ્કેલી ઊભી ન થયા એ માટે આ પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ધનરાશિમાંથી મકરમાં પ્રવેશઃ શનિવારે સૂર્ય ધનરાશિમાંથી પ્રસ્થાન કરીને મકરરાશિમાં પ્રવેશ કરશે. મકરસંક્રાંતિએ રાહુ-શનિનો દોષ દૂર કરવા કાળા અડદ, કાળા અડદની ખિચડી, કાળા તલનું દાન કરવામાં આવે છે. સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ થતા ઋતુચક્ર પણ બદલે છે. જેના થોડા સમય બાદ વસંદઋતુનો પ્રારંભ થાય છે. વડોદરામાં પતંગપર્વની આગલીરાતથી યુવાનોમાં ઉત્તરાયણનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શુક્રવારે જ પતંગરસિયાઓએ દોરી તથા પતંગ પર્વની ઉજવણી કરવા માટે અગાશીની સફાઈ કરી રાખી હતી. ખાસ કરીને શહેરના મુખ્ય વિસ્તાર ગણાતા હોય એ સોસાયટીઓમાં આગલા દિવસથી જ તૈયારીઓ જોવા મળી હતી.

આ પણ વાંચોઃ Film Actors at Ahmedabad Uttarayan 2023 : ગુજરાતી ફિલ્મના કલાકારો અમદાવાદની પોળમાં, પતંગની ખૂબ લૂંટી મજા

ખાણી-પીણીનો જલસોઃ તહેવાર મનાવવામાં સુરતીલાલાઓ પણ કંઈ કમ નથી. શનિવાર અને રવિવારના વીકએન્ડના પગલે પતંગપ્રેમીઓનો ઉત્સાહ બેવડાયો છે. આગલા દિવસથી જ અગાશીએ ખાણી પીણીની ખાસ વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. સુરતના ડબગરવાડ, ભાગળ કોટસફિલ રોડ તથા નવસારી બજારમાં મોડીરાત સુધી ભીડ જોવા મળી હતી. શુક્રવાર સાંજથી જ કેટલાક યુવાનોએ અગાશી પર ડિજે સિસ્ટમ ગોઠવી દીધી હતી. શનિવાર સવારથી જ બોલિવૂડની ફિલ્મોના ગીત વચ્ચે સુરતવાસીઓ ઉત્તરાયણનો જલસો કરશે. આ સાથે રાજકોટ, અમદાવાદ, સુરત તથા વડોદરામાં ઉંધીયું પુરીની મોજ માણવામાં આવશે.

Last Updated : Jan 14, 2023, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.