અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસેનો રસ્તો છેલ્લા કેટલાક સમયથી તૂટેલી હાલતમાં છે. આ તૂટેલા રસ્તાને લઈને અનેક વખત વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે. છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેને લઇને NSUI દ્વારા 20 મિનિટ સુધી ગુજરાત યુનિવર્સિટી બહારનો રસ્તો બંધ કરીને વિરોધ (gujarat university nsui protest ) કરવામાં આવ્યો હતો. રસ્તા ઉપર એ સિવાયના કાર્યકરો સુઈ ગયા હતા અને વાહન ચાલકોને રોક્યા હતા.
આ પણ વાંચો: વિવશતાની વારદાત, 5 વર્ષની દીકરી સાથે પિતાએ નહેરમાં ઝંપલાવ્યું
ગુજરાત યુનિવર્સિટીના બાબાસાહેબ આંબેડકર ગેટ પાસેના ગેટનો રસ્તો છેલ્લા 2 વર્ષથી તૂટેલી હાલતમાં છે. આ તૂટેલા રસ્તાને લઈને અનેક વખત વિદ્યાર્થીઓ તથા અન્ય રાહદારીઓનો અકસ્માત પણ થયો છે. નવો રસ્તો બનાવવા અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં રસ્તો ન બનતા NSUI દ્વારા 15થી 20 મિનિટ સુધી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. રસ્તા ઉપર એ સિવાયના કાર્યકરોએ વાહનો આડા કરીને રસ્તો રોક્યો હતો જે બાદ વાહન ચાલકો પસાર ના થાય તે માટે રસ્તા ઉપર NSUIના કાર્યકરો જોઈને વિરોધ કરી રહ્યા હતા.
આ પણ વાંચો: કોલસા કૌભાંડ: સ્થાનિક પોલીસ જ બની સુત્રધાર, પીએસઆઇ ફરજ મોકુફ કરાયા
જોકે પોલીસે તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. આ મામલે NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા વિવિધ ભવન બનાવવામાં આવે છે, પરંતુ તૂટેલ રોડ રસ્તા અંગે રજૂઆત કરી છતાં નવા બનાવવામાં આવતા નથી. આ રોડ ઉપર ત્રણ ચાર લોકોનો અકસ્માત થયો છે. હજુ બનાવવામાં નહીં આવે અને ગંભીર અકસ્માત થશે તો જવાબદારી કુલપતિની રહેશે.