ETV Bharat / state

Gujarat University Defamation Case : ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં મેટ્રો કોર્ટમાં સુનાવણી મુલતવી રહી, 23 સપ્ટેમ્બરની મુદત પડી - Sessions Court Hearing

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં મેટ્રો કોર્ટમાં સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. અરવિંદ કેજરીવાલ સામેના આ કેસમાં આ સાથે જ 23 સપ્ટેમ્બરની તારીખ આપવામાં આવી છે. હવે સેશન્સ કોર્ટમાં પ્રિન્સિપાલ સેશન્સ જજ રિવિઝન અરજી પર કોર્ટ અને તારીખ નક્કી કરશે.

Gujarat University Defamation Case : ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં મેટ્રો કોર્ટમાં સુનાવણી મુલતવી રહી, 23 સપ્ટેમ્બરની મુદત પડી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2023, 7:14 PM IST

Updated : Aug 31, 2023, 7:24 PM IST

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુદ્દે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે કરેલ ટિપ્પણી સામે ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કરેલો છે. આ કેસ અંતર્ગત મેટ્રો કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યું હતું. જેની સામે કેજરીવાલ દ્વારા સેશન્સ કોર્ટમાં, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ પહોંચ્યો હતો. જ્યાંથી પણ તેમને રાહત મળી ન હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને આ કેસ પર નિર્ણય લેવા કહ્યું હતું. જેમાં જજે સમીર દવે સેશન્સ કોર્ટને 10 દિવસમાં આ અંગે નિર્ણય લેવા આદેશ આપ્યો હતો.

કાર્યવાહી મુલતવી : આજે હાઇકોર્ટના હુકમ મુજબ મેટ્રો કોર્ટમાં આરોપી પક્ષે અરજી અપાતા કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી. તેમજ કામચલાઉ ધોરણે 23 સપ્ટેમ્બરની તારીખ આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ રિવિઝન અરજી પર પ્રિન્સિપાલ સેશન્સ જજ નક્કી કરશે કે રિવિઝન અરજીની સુનવણી સેશન્સ કોર્ટમાં કયા જજ સમક્ષ ચાલશે અને તે માટે આગામી સમયમાં તારીખની ફાળવણી કરાશે. સેશન્સ કોર્ટમાં અરજી પર નિર્ણય લેવાયા બાદ મેટ્રો કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાશે.

વચગાળાનો સ્ટે માગતી અરજી : ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘ દ્વારા ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં મેટ્રો કોર્ટની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે આપવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેની પર 16 સપ્ટેમ્બરે વધુ સુનવણીની મુદત અપાઈ હતી.

હિયરિંગ મુલતવી રાખવા અરજી કરશે : આરોપીઓના વકીલે હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે સેશન્સ કોર્ટે તેમને પૂરતા સાંભળ્યા નથી. તેમને કેસની પ્રાયોરિટી પ્રમાણે તારીખ અપાઈ નથી. ત્યારે હાઇકોર્ટે સિટી સિવિલ જજ ઉપલબ્ધ છે કે કેમ ? તે અંગે પૂછતાં જાણવા મળ્યું હતું કે તેઓ રજા પર છે. આથી હાઇકોર્ટ સિટી સિવિલ કોર્ટના અન્ય જજની બેન્ચ સમક્ષ કેસ ચલાવવા કહ્યું હતું. તેમજ દસ દિવસમાં મેટર ડીસાઈડ કરવા હુકમ કર્યો હતો. બીજી તરફ 31 ઓગસ્ટે મેટ્રો કોર્ટમાં વધુ કાર્યવાહી હોવાથી એવું નક્કી કરાયું હતું કે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘનો પક્ષ તે દિવસે હિયરિંગ મુલતવી રાખવા અરજી કરશે અને ગુજરાત યુનિવર્સિટી તેને મંજૂરી આપશે.

અરજન્ટ હિયરિંગનો ઇનકાર : ઉલ્લેખનીય છે કે સેશન્સ કોર્ટે છેલ્લે બંને આરોપીની અરજી પર અરજન્ટ હિયરિંગનો ઇનકાર કર્યો હતો. તેમજ મેટ્રો કોર્ટને બાંહેધરી આપીને ઉપસ્થિત ન રહેવાની વાતને અયોગ્ય ગણાવી હતી. તેમજ 31 ઓગસ્ટના રોજ મેટ્રો કોર્ટમાં આગળની કાર્યવાહી કાયદા મુજબ ચાલવા દેવા આરોપીના વકીલોને જણાવ્યું હતું.

  1. Morbi Bridge Collapse: SITનો ફાઇનલ રિપોર્ટ સીલ કવરમાં નહિ પણ તમામ પક્ષકારોને અપાશે, આગામી ત્રણ સપ્તાહમાં હાઇકોર્ટ સમક્ષ મુકાશે
  2. Brother Sister Become Judge : આગ્રામાં પ્રથમ પ્રયાસે ભાઈ-બહેન બન્યા જજ, પિતા એટા જિલ્લાના નિવૃત જજ
  3. Gujarat University defamation case : હાઇકોર્ટે દસ દિવસમાં અરવિંદ કેજરીવાલની અરજી પર નિર્ણય લેવા સેશન્સ કોર્ટને કર્યો આદેશ

Last Updated : Aug 31, 2023, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.