અમદાવાદઃ રાજ્યમાં 'ચાર ચાર બંગડીવાળી ગાડી' ગીતથી પ્રખ્યાત થયેલાં ગાયિકા કિંજલ દવેની સગાઈ તૂટી જતાં ઝટકો લાગ્યો છે. તેમની સગાઈ આજથી પાંચેક વર્ષ પહેલા પવન જોષી નામના વ્યક્તિ સાથે થઈ હતી. ત્યારે હવે અચાનક તેમની સગાઈ તૂટી જતાં ચારે તરફ ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચોઃ Unique Anniversary: સંતાનોએ કરાવ્યા માં બાપના વિવાહ, 70 વર્ષે સાત ફેરા ફર્યા
સાટા પદ્ધતિથી થઈ હતી સગાઈઃ આપને જણાવી દઈએ કે, ગાયિકા કિંજલ દવે અને તેમના ભાઈ આકાશ બંનેની સાટા પદ્ધતિથી સગાઈ કરવામાં આવી હતી. તે દરમિયાન કિંજલ દવેના ભાઈ આકાશની સગાઈ પવન જોષીની બહેન સાથે કરવામાં આવી હતી. જોકે, હવે પવન જોષીની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતાં કિંજલ દવેની સગાઈ તૂટી હોવાનું સામે આવી રહ્યું છે.
કિંજલ દવેએ સોશિયલ મીડિયા પરથી હટાવ્યા ફોટોઃ આ સગાઈ તૂટી જતાં ગાયિકા કિંજલ દવેએ સોશિયલ મીડિયા એકાઉન્ડ પરથી પવન જોષી સાથે શેર કરેલી તસવીરો હટાવી લીધી હતી. આપને જણાવી દઈએ કે, કિંજલ દવેનો જન્મ 20 નવેમ્બર 1999માં પાટણના જેસંગપરા ગામમાં થયો હતો. તેમને બાળપણથી જ ગાવાનો શોખ હતો. તે સ્કૂલમાં ભણતી હતી ત્યારે રજા લઈને ગરબા, લોકડાયરા જેવા અનેક કાર્યક્રમોમાં હાજરી આપવા જતી હતી. ત્યારબાદ ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં ગીત આવતાં તેને રાજ્યભરમાં અલગ ઓળખ મળી હતી. તે જે પણ કાર્યક્રમમાં જતી હતી. ત્યાં આ ગીત તો જરૂર ગાતી જ હતી. જોકે, બાળપણના મિત્ર સાથે પાંચેક વર્ષ પહેલાં તેની સગાઈ થઈ હતી, જેના પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે.
આ પણ વાંચોઃ Rajkot News : રાજકોટમાં સમુહ લગ્ન માટે છપાવી અનોખી કંકોત્રી, જેમાં લખાવ્યું છે કંઇક આવું...
5 વર્ષ પહેલા થઈ હતી સગાઈઃ આ પાંચ વર્ષ દરમિયાન ગાયિકા કિંજલ દવેએ અનેક વખત પવન જોષી સાથેના અનેક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જોકે, હવે સગાઈ તૂટી જવાથી કિંજલ દવેએ તમામ ફોટો હટાવી દીધા હતા.