- અમદાવાદમાં સૌથી વધુ 220 કેસો
- અમદાવાદમાં કુલ કેસનો આંકડો 50000ને પાર
- ગુજરાતમાં કોરોનાના 1026 કેસ પોઝિટિવ
અમદાવાદ :ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 1026 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. ત્યારે આજે શહેરમાં 211 અને જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 7 દર્દીનાં નિધન થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડના કારણે કુલ 2,34,289 દર્દીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 50000ને પાર થઈ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અમદાવાદમાં 220
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1026 કોરોના વાઇરસના કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 220, સુરતમાં 166, રાજકોટમાં 128, વડોદરામાં 142, કચ્છમાં 38, મહેસાણામાં 38, ગાંધીનગરમાં 24, પંચમહાલમાં 23, ખેડામાં 19, ગાંધીનગરમાં 42, પંચમહાલમાં 23, ખેડામાં 19, બનાસકાંઠામાં 16, ભરૂચ, સાબરકાંઠામાં 16-16 કેસ નોધાયા છે. 24 કલાકમાં દાહોદમાં 15, ભાવનગરમાં 16, જામનગરમાં 26, જૂનાગઢમાં 18, આણંદમાં 10, મહીસાગરમાં 10, સુરેન્દ્રનગરમાં 10, અમરેલીમાં 9, મોરબીમાં 9, ગીરસોમનાથમાં 7, પાટણમાં 7, નર્મદામાં 6, તાપીમાં 6, છોટાઉદેપુરમાં 5, દેવભૂમિ દ્વારકામાં 5, અરવલ્લીમાં 3, નવસારીમાં 2, બોટાદમાં 1, પોરબંદરમાં 1 અને વલસાડમાં 1 મળીને કુલ 1026 કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસો અને કેટલા એક્ટિવ કેસો?
રાજ્યમાં હાલમાં કુલ 12127 કેસ એક્ટિવ છે. જ્યારે વેન્ટિલેટર પર 63 દર્દીઓ છે. 12604 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં હાલમાં 217935 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 4227 દર્દીઓ કોરોના કારણે આજની સરકારી ચોપડે મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંક ઘટ્યો છે. 24 કલાકમાં અમદાવાદમાં 4, સુરતમાં 2, બોટાજમાં 1 મળીને કુલ 7 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં આજે કુલ 54,365 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 1026 પોઝિટિવ દર્દીઓ બહાર આવ્યા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 93.02 ટકા થયો છે.