અમદાવાદ : હવામાન વિભાગના જણાવ્યા મુજબ 5 દિવસ ગુજરાતમાં મુશળધાર વરસાદ રહેશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે. અરબ સાગરમાં સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ એક્ટિવ હોવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ ગુજરાતના મોટાભાગના વિસ્તારો વરસાદને લીધે જળબંબાકાર બની ગયા હતા. ફરી પાછી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી સામે આવી રહી છે. ત્યારે હવે આવનારા સમયમાં વરસાદ ધડબડાટી બોલાવશે.
આગાહી મુજબ હવે આગામી 5 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લીધે વરસાદનું જોર વધશે, ત્યારે હાલ 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો રાજ્યમાં આગામી 48 કલાક અત્યંત વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ અપાયું છે અને 8 જુલાઈએ અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેશે. - ડો મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)
વરસાદની આગાહી : ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલીમાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે. ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આવનારા પાંચ દિવસમાં ફરીથી મેઘરાજા ગુજરાત પર મહેરબાન થશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી વરસાદની ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની જમાવટ શરૂ થઈ ગઈ છે. 9 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પછી 10 જુલાઈ બાદ વરસાદની ગતી ધીમી પડશે. હાલ ઓફસોર ટ્રફ, સાયક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
- Bhavnagar News : ખેતરો નદીની જેમ ભરાયેલા છતાં નુકશાન નથી બોલો, ભાવનગરમાં ક્યા પાકની વાવણી વધુ જૂઓ
- Junagadh Girnar : 48 કલાક પૂર્વે ગિરનારની ખીણોમાં ગુમ થયેલા મધ્યપ્રદેશના વૃદ્ધને ઓપરેશન ગિરનાર દ્વારા શોધી કઢાયા
- Kheda Rain : ખેડામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, પાણીમાં ફસાયેલી કાર માંડ માંડ બહાર નીકળી