ETV Bharat / state

પોલીસને માનસિક અને શારિરીક રીતે ચુસ્ત બનાવવાનું રાજ્ય વ્યાપી આયોજન

અમદાવાદઃ રાજ્યની સુરક્ષા માટે પોલીસનું સતર્ક અને વધારે તંદુરસ્ત હોવું જરુરી છે. આ માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ રાજ્યવ્યાપી ઝુંબેશ શરુ કરી છે. જે અંતર્ગત પોલીસ કર્મચારીઓને શારીરીક અને માનસીક રીતે તંદુરસ્ત રાખવાનાં કાર્યક્રમ ઘડાયા છે. આ ઝુંબેશ હેઠળ પોલીસ કર્મચારીઓની ફિટનેશનું હપ્તાવાર મૂલ્યાંકન કરાશે. તેમજ તંદુરસ્ત માટે જાગૃત પોલીસ કર્મીઓને પ્રોત્સાહીત પણ કરાશે.

ગુજરાત પોલીસ હો જંહા, તંદુરરસ્તી હો વંહાઃ પોલીસની ફીટનેશમાં શરુ થયુ અભિયાન
author img

By

Published : Aug 14, 2019, 1:28 AM IST

પોલીસ વિભાગમાં ભરતી થતી વખતે દરેક પોલીસ કર્મચારી તથા અધિકારીને શારિરીક માપદંડોની કસોટીમાંથી પસાર થવું પડે છે. ઉપરાંત પોલીસ વિભાગમાં ભરતી બાદની તાલીમમાં પણ તેમની ફિટનેસ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હોવાથી, ભરતી બાદ પોલીસ દળમાં જોડાતા નવા પોલીસ અધિકારી/કર્મચારીઓની ફીટનેસ અને પોલીસમાં કામ કરવા માટે જરૂરી એવું કાયદા સહિતના વિષયોનું જ્ઞાન ખૂબ સારૂ હોય છે. બાદમાં રૂટીન ફરજોમાં રહેતાં પોલીસ કર્મચારીઓ પોતાની ફિટનેસ બાબતે કાળજી લેતાં ન હોવાથી તેમની ફિટનેસ અને પરિણામે તેમનું સ્વાથ્ય સારૂ રહેતું નથી. આવી પરિસ્થિતિમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પોલીસના માણસો ફીટ અને તંદુરસ્ત રહે તે માટે એક નવા પરિપત્ર રૂપે ફીટનેસ જાળવી રાખવાના ઉમદા વિચારને અમલમાં મૂકવાની શરૂઆત કરી છે.

D.G.P.એ કેવડીયા ખાતે યોજાયેલ D.I,I.G કોન્ફરન્સમાં વડાપ્રધાન દ્વારા અપાવામાં આવેલ સુચનને ટાંકી પોલીસ વિભાગના D.G.P થી લઇને લોકરક્ષક સુધીના તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓની શારિરીક ફિટનેસ માટે તથા તેમના પોલીસ વિભાગની કામગીરીને લગતાં વિષયોના જ્ઞાનને અપટુડેટ રાખવા માટેની વિગતવારની સુચનાઓ બહાર પાડી છે. આ પરિપત્રમાં દરેક એકમ તથા દરેક જીલ્લા/શહેરમાં તમામ માટે કાયદા અને સંલગ્ન વિષયો જેવા કે ઇન્વેસ્ટીગેશન, ટ્રાફીક મેનેજમેન્ટ, ટેક્નોલોજી, કમ્યુનીટી પોલીસીંગ, બોર્ડર સિક્યુરીટી, આંતકવાદ વિરોધી કાર્યવાહી જેવા અલગ-અલગ વિષયો ઉપર તાલીમ અપાવા માટેનું ૧૫મી ઓગસ્ટથી શરૂ કરીને તેનું વિગતવારનું ટ્રેનીંગ કેલેન્ડર બનાવવા સુચના આપવામાં આવી છે. દરેક પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી તાલીમ દર મહિને રાખવાની અને તેનો D.G.P.ને અહેવાલ પાઠવવા જણાવાયુ છે.

તેવી જ રીતે દરેક કક્ષાના પોલીસ કર્મચારીની શારિરીક ચુસ્તતા જાળવી રાખવા અને તેમના સ્વાસ્થ્યનું નિયમિત રીતે ચેકઅપ કરાવવાની સુચના અપાઈ છે. આ માટે એક Police Role Model Programme નું આયોજન કરવા જણાવાયુ છે, જેમાં દરેક એકમમાં ફરજ બજાવતાં કર્મચારીઓમાંથી દર અઠવાડીયે સૌથી શ્રેષ્ઠ ફિટનેસ અને ટર્નઆઉટ ધરાવતાં કર્મચારીને Police Role Model of the Week તરીકે બિરદાવવાનો રહેશે. ખાસ કરીને, દરેક પોલીસ કર્મચારીની ફિટનેસ બાબતે નિષ્ણાંતનો અભિપ્રાય અને મદદ લેવા માટે ફિટેનેસ કેમ્પનું આયોજન કરવા તથા સરકારી અથવા ખાનગી તબીબો તથા ન્યુટ્રીશન/ફિટનેસ એક્સપર્ટની મદદ લેવા માટે સુચન કરાયું છે. ખાસ કરીને જે લોકો મોટાપા (obesity) ધરાવતાં હોય તેમના માટે ખાસ ફિટનેસ પ્રોગ્રામનું આયોજન કરીને તેમને ચુસ્ત-દુરસ્ત બનાવવા અને દરેકનું Body Mass Index એટલે કે તેમના વજન-ઉંચાઈ અને ઉમર પ્રમાણે સમતોલ શરીર રહે તે સુનિશ્ચિત કરવા જણાવવમાં આવ્યું છે.

Intro:
અમદાવાદ:પોલીસ વિભાગમાં ભરતી થતી વખતે દરેક પોલીસ કર્મચારી તથા અધિકારીને શારિરીક માપદંડોની કસોટીમાંથી પસાર થવું પડતું હોય છે. ઉપરાંત પોલીસ વિભાગમાં ભરતી બાદની તાલીમમાં પણ તેમની ફીટનેસ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હોવાથી, ભરતી બાદ પોલીસ દળમાં જોડાતા નવા પોલીસ અધિકારી/કર્મચારીઓની ફીટનેસ અને પોલીસમાં કામ કરવા માટે જરૂરી એવું કાયદા સહિતના વિષયોનું જ્ઞાન ખૂબ સારૂ હોય છે. પરંતુ બાદમાં રૂટીન ફરજોમાં રહેતાં પોલીસ કર્મચારીઓ પોતાની ફીટનેસ બાબતે કાળજી લેતાં ન હોવાથી તેમની ફીટનેસ અને પરિણામે તેમનું સ્વાથ્ય સારૂ રહેતું નથી. આવી પરિસ્થિતિમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પોલીસના માણસો ફીટ અને તંદુરસ્ત રહે તે માટે એક નવા પરિપત્ર રૂપે ફીટનેસ જાળવી રાખવાના ઉમદા વિચારને અમલમાં મૂકવાની શરૂઆત કરી છે.

Body:ડી.જી.પી.એ કેવડીયા ખાતે યોજાયેલ છેલ્લી ડી.જી/આઇ.જી કોન્ફરન્સમાં વડાપ્રધાન દ્વારા અપાવામાં આવેલ સુચનને ટાંકી આજરોજ પોલીસ વિભાગના ડી.જી.પી. થી લઇને લોકરક્ષક સુધીના તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓની શારિરીક ફીટનેસ માટે તથા તેમના પોલીસ વિભાગની કામગીરીને લગતાં વિષયોના જ્ઞાનાને અપટુડેટ રાખવા માટેની વિગતવારની સુચનાઓ બહાર પાડી છે. આ પરિપત્રમાં દરેક એકમ તથા દરેક જીલ્લા/શહેરમાં તમામ માટે કાયદા અને સંલગ્ન વિષયો જેવા કે ઇન્વેસ્ટીગેશન, ટ્રાફીક મેનેજમેન્ટ, ટેક્નોલોજી, કમ્યુનીટી પોલીસીંગ, બોર્ડર સિક્યુરીટી, આંતકવાદ વિરોધી કાર્યવાહી જેવા અલગ-અલગ વિષયો ઉપર તાલીમ અપાવા માટેનું ૧૫મી ઓગસ્ટથી શરૂ કરીને તેનું વિગતવારનું ટ્રેનીંગ કેલેન્ડર બનાવવા સુચના આપવામાં આવેલ છે. દરેક પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી તાલીમ દર માસે રાખવાની અને તેનો ડી.જી.પીને અહેવાલ પાઠવવા જણાવવામાં આવેલ છે.

તેવી જ રીતે દરેક કક્ષાના પોલીસ કર્મચારીની શારિરીક ચુસ્તતા જાળવી રાખવા અને તેમના સ્વાસ્થ્યનું નિયમિત રીતે ચેકઅપ કરાવવામાં પણ સુચના આપવામાં આવેલ છે. આ માટે એક Police Role Model Programme નું આયોજન કરવા જણાવવામાં આવેલ છે, જેમાં દરેક એકમમાં ફરજ બજાવતાં કર્મચારીઓમાંથી દર અઠવાડીયે સૌથી શ્રેષ્ઠ ફીટનેસ અને ટર્નઆઉટ ધરાવતાં કર્મચારને Police Role Model of the Week તરીકે બીરદાવવાનો રહેશે. ખાસ કરીને, દરેક પોલીસ કર્મચારીની ફીટનેસ બાબતે નિષ્ણાંતનો અભિપ્રાય અને મદદ લેવા માટે ફીટેનેસ કેમ્પનું આયોજન કરવા તથા સરકારી અથવા ખાનગી તબીબો તથા ન્યુટ્રીશન/ફીટનેસ એક્સપર્ટની મદદ લેવા માટે સુચન કરવામાં આવેલ છે. ખાસ કરીને જે લોકો મોટાપા (obesity) ધરાવતાં હોય તેમના માટે ખાસ ફીટનેસ પ્રોગ્રામનું આયોજન કરીને તેમને ચુસ્ત-દુરસ્ત બનાવવા અને દરેકનું Body Mass Index એટલે કે તેમના વજન-ઉંચાઈ અને ઉમર પ્રમાણે સમતોલ શરીર રહે તે સુનિશ્ચિત કરવા જણાવવમાં આવેલ છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.