ETV Bharat / state

Gujarat Monsoon Update: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, જો કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી - દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

સમગ્ર ગુજરાતને ધમરોળ્યા બાદ વરસાદે બ્રેક મારી છે. હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. જો કે દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદે વિરામ લેતા લોકો હવે હાશકારો અનુભવી રહ્યા છે

Gujarat Monsoon Update
Gujarat Monsoon Update
author img

By

Published : Jul 2, 2023, 8:25 PM IST

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાના ધમાકેદાર આગમન પછી વરસાદે સમગ્ર ગુજરાતને ધમરોળ્યા બાદ હવે વિરામ લીધો છે. આગામી 5 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે વરસાદ ક્રમશ ધીમે પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો પણ ખેતરો તરફ વળ્યા છે.

મેઘરાજાએ લીધો વિરામ: આજે ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા આકાશ ખુલ્લું જોવા મળી રહ્યું છે. દિવસ દરમ્યાન અમદાવાદમાં તડકો પણ હતો અને હવે અમદાવાદમાં આજે સાંજે સામાન્ય વરસાદ રહેવાની સંભાવનાં પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેથી વરસાદનું જોર ઘટશે આવનારા દિવસોમાં ગુજરાતને તહસ નહસ કરનાર મેઘરાજા હવે ગુજરાતમાં વિરામ લઈ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી,દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જેમાં પોરબંદર, જૂનાગઢ,અમરેલી,ગીર સોમનાથ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો મધ્ય ગુજરાતના અમદાવાદ,ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં આજે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

વલસાડમાં સૌથી વધુ વરસાદ: છેલ્લા પાંચ દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી હતી. ત્યારે હવે વરસાદના વિરામ બાદ ગઈ કાલના વરસાદી આંકડાઓ ઉપર નજર કરવામાં આવે તો ગઇકાલે સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાયો હતો. નવસારીમાં 215 mm, જૂનાગઢમાં 165 mm, અમદાવાદ 120 mm, ગાંધીનગરમાં 44 mm જેટલો વરસાદ નોંધાયો છે.

વરસાદથી લોકોને રાહત: આગામી 5 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે વરસાદ ક્રમશ ધીમે પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે ગુજરાતમાં 5 દિવસથી ધમાકેદાર બેટિંગ કરનાર વરસાદથી લોકોને રાહત મળશે. તો આવનારા દિવસોમાં વરસાદ કેવો રહેશે એ હવે આગામી સક્રિય થનાર સિસ્ટમ પર આધરીત રહેશે. જોકે હવે હવામાન વિભાગની આવનારા દિવસો માટે કરવામાં આવેલી આગાહીને પગલે લોકો હવે હાશકારો અનુભવી રહ્યા છે તો ખેડૂતો પણ વાવણી લાયક વરસાદ થતાં ખેતરો તરફ વળ્યા છે.

  1. Junagadh News: જુનાગઢ અને પોરબંદરને સાંકળતા ઘેડની 3 દશકા જૂની સમસ્યાનો ઉકેલ આવશે !
  2. Gujarat Monson: ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાતા ખાટલા પર સગર્ભાનું રસક્યૂં કરાયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.