અમદાવાદ : ગુજરાતમાં ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો છે. આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના દક્ષિણ વિસ્તારના વલસાડ, નવસારી અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી : હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવે ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજાના મંડાણ થયા છે. કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. હવે ગુજરાતમાં ફરીથી એકવાર વરસાદની આગાહીને પગલે લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આવનારા સમયમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. ત્યારે આવનારા દિવસોમાં પૂરા ગુજરાતમાં વરસાદી મહેર જોવા મળશે. આ વખતે ગુજરાતમાં વધુ એકવાર મેઘમહેર માટે લોકો તૈયાર છે.
મેઘરાજાનો બીજો રાઉન્ડ : ચાલુ વર્ષે શરૂઆતમાં ધમાકેદાર એન્ટ્રીથી સીઝનમાં પુષ્કળ વરસાદના એંધાણ જોવા મળ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ વરસાદે અચાનક વિરામ લેતા લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો. થોડા સમય બાદ વરસાદ રોકાય ગયો હતો. રોકાયેલો વરસાદ વધુ સમય ખેંચાતા વાતાવરણ સૂકું થઈ ગયું હતું. હવે લાંબા વિરામ બાદ ફરીથી વરસાદે મંડાણ કરતા આવનારા સમયમાં ફરીથી ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે.
વાદળછાયું વાતાવરણ : હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીને પગલે આવનારા દિવસોમાં ફરી એક વાર શરૂ થયેલા વરસાદને લઈને લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. જોકે હાલ વરસાદી માહોલને લીધે વાદળછાયું વાતાવરણ છવાતાં લોકોને પણ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. પરંતુ આ મેઘમહેર માટે દક્ષિણ ગુજરાતની મેઘરાજાએ પસંદગી કરી છે. અન્ય વિસ્તારોમાં હાલ કોઈ આગાહી કરવામાં આવી નથી. ત્યારે આવનારા દિવસોમાં લો પ્રેશરની સ્થિતિને લઈ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના શક્ય બને તે જોવું રહ્યું.