અમદાવાદ: ગુજરાત લિટરેચર ફેસ્ટિવલને આજે દસ વર્ષ પુરા થયા છે. ગુજરાતી સાહિત્ય, કળા અને સિનેમાને પ્રોત્સાહન આપવા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો આરંભ થયો હતો. છેલ્લા દસ વર્ષમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ દ્વારા ગુજરાતી સાહિત્ય અને કળાને વૈશ્વિક મંચ પર પહોંચ્યું છે. આ વર્ષે GLF ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત મીડિયા ક્લબના સહયોગથી બે દિવસ માટે આયોજન કરાયું છે. GLFનો ઉદ્ભવ કેવી રીતે થયો અને છેલ્લા દસ વર્ષમાં GLF કેવી રીતે બદલાયું એ જાણીએ GLFના સ્થાપક શ્યામ પારેખ પાસેથી...
GLF થકી ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ સમૃદ્ધિ બની: GLF થકી નવા ગુજરાતી સર્જકોને બહોળા વર્ગ સુધી પહોંચવાનું પ્લેટફોર્મ મળ્યું છે. ગુજરાતીઓના ટેબલ પર જ્યાં સુધી ગુજરાતી ભાષાના પુસ્તકો હશે ત્યાં સુધી ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિ જીવંત રહેશે. GLF થકી ગુજરાતી ભાષા સંસ્કૃતિ વૈશ્વિક બની છે એવું અનેકો ગુજરાતી સર્જકો અને કલાકાર માને છે.
ગુજરાતી ફિલ્મને લઈને ચર્ચા: વર્ષ 2023ના GLF દરમિયાન ગુજરાતી ફિલ્મના વિવિધ પાસાઓને લઈને પણ ચર્ચા થાય છે. ગુજરાતી ફિલ્મો હવે અર્બન ફિલ્મો બની છે. ગુજરાતી ફિલ્મો જોવા હવે દર્શકો મલ્ટી પ્લેક્સમાં જતા થયા છે ત્યારે ગુજરાતી ફિલ્મોના નવા કલેવર અને ફાઇનાન્સ અંગે પણ ચર્ચા ફિલ્મ નિષ્ણાતો સાથે થાય છે.
સાહિત્ય પર આધારિત ફિલ્મો: GLF - 2023 અંતર્ગત ગુજરાતી ભાષાની ઉત્કૃષ્ટ સાહિત્ય કૃતિ ઉપરથી ગુજરાતી સાથે હિન્દી ફિલ્મોના નિર્માણનો રોચક ઇતિહાસ રહ્યો છે. 1936થી ગુજરાતી ફિલ્મોનું કથાનક ગુજરાતી સાહિત્ય રહ્યું છે. આ GLFમાં ગુજરાતી સાહિત્ય પરથી નિર્માણ થનાર ગુજરાતી અને હિન્દી ફિલ્મોના પોસ્ટર અને માહિતીને રજૂ કરતું પોસ્ટર પ્રદર્શન યોજાયું છે.
ગુજરાતી સોશિયલ મીડિયા પર સાહિત્યનું વિશ્વ: સોશિયલ મીડિયા પર ગુજરાતી સાહિત્ય સાથે મોટીવેશનલ કન્ટેન્ટ નું સર્જન કરનાર લોકપ્રિય સર્જક ડૉ. નીમિત ઓઝા એ ગ્લોબલ સ્તરે સાહિત્યના વિવિધ પ્લેટફોર્મ અંગે રસપ્રદ વ્યક્તવ્ય રજૂ કરી યુવા સર્જકોને માટે વૈશ્વિક દ્વાર ખોલ્યાં હતા.
ગાંધીના પાત્રને સિનેમાના પડદા પર જીવંત કર્યું: મહાત્મા ગાંધીને સિનેમાના પડદા હૂબહૂ પાત્ર તરીકે જીવંત કરનાર દીપક અંતાણીએ વૈશ્વિક ફિલ્મ અને રાષ્ટ્રીય હિન્દી ફિલ્મોમાં નામના મેળવી છે. ગાંધીના પાત્રને સિનેમાના પડદા પર જીવંત કરનાર દીપક અંતાણી સાથે સાંભળો રસપ્રદ ચર્ચા...