અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી(gujarat legislative assembly 2022) લઈ આવતીકાલે પ્રથમ ફેઝની ચૂંટણી(First Phase voting) યોજાવા જઈ રહી છે. પ્રચારના પડઘમ શાંત જોવા મળી રહ્યા છે પરંતુ રાજકીય પાર્ટીઓ દ્વારા આક્ષેપોનો દોર હજી ચાલી રહ્યો છે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષે વડાપ્રધાન પર અપશબ્દો ઉપયોગ કર્યો હતો. જે મામલે રાજનાથસિંહે કૉંગ્રેસ પર આકરા પ્રહાર(Rajnath Singh hit out at Kharge's controversial comment) કર્યાં હતા.
કોંગ્રેસ પર તાક્યું નિશાન: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરૂદ્ધ કહેલા અપશબ્દો પર રાજકારણ ગરમાયું છે. હવે રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ખડગેના રાવણવાળા નિવેદન પર નિશાન સાધ્યું છે. અમદાવાદમાં રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે કોંગ્રેસ ચૂંટણીમાં અપશબ્દોનો પ્રયોગ કરી રહ્યું છે. 20મી સદીમાં ગુજરાતના ગૌરવ અને અસ્મિતાના પ્રતિક મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ હતાં. આ 21મી સદીમાં ગૌરવ અને અસ્મિતાના પ્રતિક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. કોંગ્રેસ તેની સામે ગમે તેવા આક્ષેપ કરે છે. ગમે તેવા શબ્દો બોલવા એ સ્વસ્થ રાજનીતિના લક્ષણ નથી. વડાપ્રધાન પર બોલેલા અપશબ્દો તેમની હલકી માનસિકતા જ દર્શાવે છે. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા આ અપશબ્દોને વખોડી કાઢે છે.
ભારતનું અર્થ વ્યવસ્થા આજે વિશ્વમાં 5મા નંબરે: કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહે વધુમાં જણાવ્યું હતું કે 2014થી કેન્દ્રમાં સરકાર બન્યા બાદ અર્થ વ્યવસ્થા હલી ગઈ હતી તેને ટ્રેક પર લાવવાનું કામ પીએમ એ કર્યું છે. આજ દુનિયાના ટોપ 5 ઇકોનોમિકમાં આપણે છીએ. 83.3 બિલિયન ડોલર ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં થયું છે. 600 બિલિયન ડોલર ફોરેન રિઝર્વ છે જે આજ સુધી ક્યારેય નહોતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના બજેટમાં 65 ટકા બજેટ આત્મનિર્ભર ભારત માટે ફાળવવા અંગેનો નિર્ણય કર્યો છે. જેના પરિણામે ભારત દેશમાં રોજગારીનું વિપુલ પ્રમાણમાં સર્જન થવાનું છે. સમગ્ર વિશ્વ પણ આ વાતથી વાકેફ છે.
કોંગ્રેસની કથની અને કરનીમાં ફરક: રાજનાથ સિંહે જણાવ્યું હતું કે દેશમાં જેટલા સર્વે કામ કરી રહ્યાં છે તે તમામ કહી રહ્યાં છે કે ગુજરાતમાં પૂર્ણ બહુમતી વાળી સરકારી બનવા જઇ રહી છે. દેશમાં નાનામાં નાનો બાળક પણ જાણે છે કે દેશમાં રાજકીય અરાજકતા જો કોઇએ ઉત્પન્ન કરી હોય તો તે કોંગ્રેસે કરી છે. કોંગ્રેસની કથની અને કરનીમાં ફરક છે. કોંગ્રેસ જે કહ્યું તે કર્યું હોત તો દેશ આજે વિશ્વનો તાકતવર દેશ હોત. ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે જ છે. દેશ અને રાજ્યનો કોઇપણ સંકલ્પ પત્રની ચકાસણી કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી એ જે પણ કહ્યું તે પૂર્ણ કર્યું છે. એટલા માટે જ ભારતીય રાજનીતિમાં દેશની જનતા ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કરે છે. માત્ર દેશની જનતા જ નહીં પરંતુ વિશ્વના દેશો પણ ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ભરોસો કરે છે. પહેલાં દુનિયા ભારતની વાતને સાંભળવા તૈયાર નહોતું અને આજે ભારત શું કહેવા માંગે છે તે અંગે અભિપ્રાય માંગે છે.
બહુમતી સાથે બનશે સરકાર: ભાજપ આ વખતે તમામ રેકોર્ડ તોડી સૌથી વધુ કમળો સૌથી વધુ લીડ સાથે સરકાર બનાવવા જઇ રહી છે જ્યારે કોંગ્રેસ પોતાનુ અસ્તિત્વ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરવા ચૂંટણી લડી રહી છે. યુનિફોર્મ સિવીલ કોડ માટે ભારતીય જનતા પાર્ટી મક્કમ છે. યુનિફોર્મ સિવીલ કોડ, કશ્મીરની કલમ 370 એ ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી ત્યારથી જ અમારો એજન્ડા રહ્યો છે. આતંકવાદીઓ કે આતંકવાદીઓના આકાઓ ગુજરાત તરફ કે દેશ તરફ આંખ ઉંચી કરીને જોવાની હિંમત પણ કરતાં નથી. ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે જન કલ્યાણકારી નિર્ણયો લઇ જે પધ્ધતિએ કામ કર્યું છે તે સરાહનીય છે. આ વખતે પણ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતી વાળી સરકાર બનવા જઇ રહી છે.