આ મહોત્સવમાં પતંગબાજી કરતા મેદાને પડેલાં પતંગબાજોમાં વિદેશી પતંગબાજો શહેરીજનોમાં આકર્ષણનું આગવું કેન્દ્ર બન્યા છે. વિદેશી પતંતબાજો તેમની આગવી થીમ અને ટેકનિક સાથે પતંગબાજી કરતાં જોવા મળી રહ્યાં છે. અમુક વિદેશી પતંગબાજો અમદાવાદમાં યોજાતા પતંગ ફેસ્ટિવલ સહિત ભારતના અન્ય શહેરોમાં યોજાતા પતંગોત્સવમાં પણ ભાગ લેતા હોય છે. ત્યારે આ પતંગબાજ શહેરની આગવી રીતભાત અને સંસ્કૃતિથી પણ પરિચિત થઈ વસુધૈવ કુટુંબ્કમની આપણી સંસ્કૃતિનો અનોખો અનુભવ પણ કરી રહ્યાં છે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, બ્રાઝિલ, કંબોડિયા, કેનેડા, ચીલી, ચીન, કોલમ્બિયા, ક્રોએશિયા, કુરાકાઓ, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, ઇટાલી, કેન્યા, કોરિયા, લેબનોન, લિથુનીયા, મલેશિયા, માલ્ટા, મેક્સિકો, નેપાલ, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પોલેન્ડ, રશિયા, સિંગાપુર, સ્લોવેનિયા, સ્પેન, શ્રીલંકા, ટ્યુનિશિયા, તુર્કી, થાઇલેન્ડ, યુક્રેન, યુ.કે, યુએસએ, વિયેતનામ, ઝિમ્બાબ્વે વગેરે દેશોના પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાજ્યના દેશવિદેશના પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો જોવા મળ્યો છે.