ETV Bharat / state

Gujarat High Court : ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને હાઇકોર્ટે વચગાળાના જામીન કર્યા મંજૂર

author img

By

Published : Jan 28, 2023, 9:16 AM IST

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. અરજન્ટ ચાર્જમાં હાઇકોર્ટમાં બંધ બારણે સુનાવણી થઈ હતી. જોકે જામીન મંજૂર કરતા કોર્ટે ટકોર પણ કરી હતી. (Prantij MLA Gajendra Singh Parmar bail)

Gujarat High Court : ધારાસભ્યના હાઇકોર્ટે ટકોર સાથે વચગાળાના જામીન કર્યા મંજૂર

અમદાવાદ : પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ જે શારીરિક શોષણનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. તે કેસને લઈને હાઇકોર્ટ ગજેન્દ્ર પરમારને હાલ પૂરતી આંશિક રાહત આપી છે. તેમના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, આગામી મુદત સુધી ધરપકડ ન કરવા માટે થઈને ધારાસભ્ય દ્વારા હાઇકોર્ટ પાસે દાદ માંગવામાં આવી હતી. જેને લઈને હાઇકોર્ટ તેમના તેમના જામીન મંજૂર કર્યા છે.

જામીન મંજૂર કરતા કોર્ટે ટકોર કરી : મહત્વનું છે કે આ સમગ્ર મામલે અરજન્ટ ચાર્જમાં હાઇકોર્ટમાં બંધ બારણે સુનાવણી થઈ હતી. ગુજરાત હાઇકોર્ટે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને આંશિક રાહત આપતા તેમના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. જોકે જામીન મંજૂર કરતા કોર્ટે ટકોર પણ કરી હતી કે આ જામીન રાહતને કોર્ટનું નરમ વલણ સમજવામાં આવે નહીં.

યુવતી સાથે છેડતી કરવાના આરોપ : પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ અગાઉ શારીરિક શિક્ષણનો ગંભીર આરોપ મુકનાર મહિલા દ્વારા તેમના વિરુદ્ધ સિરોહી પોલીસ સ્ટેશનમાં આક્ષેપ કરતી ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમજ યુવતી સાથે છેડતી કરવાના આરોપમાં ગજેન્દ્રસિંહ પરમાર સામે પોક્સો એક્ટ 2012 મુજબ ગુનો દાખલ પણ કરવામાં આવ્યો હતો.

અન્ય વ્યક્તિ સામે પણ ફરિયાદ : હાઈકોર્ટ ટીમ ગજેન્દ્રસિંહને વચગાળાના જામીન આપતા હવે રાજસ્થાન પોલીસ આગામી મુદત સુધી નેતાની ધરપકડ કરી શકશે નહીં. આ સાથે જ ગજેન્દ્ર પરમાર હાજર રહેવા પણ કોર્ટને બાંહેધરી આપી છે. મહત્વનું છે કે આ તેની ઘટનામાં સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : રખડતા ઢોરના મામલે હાઇકોર્ટે દ્વારા કોર્પોરેશનની સાથે એડવોકેટ જનરલને પણ ટકોર કરાઈ

શું હતો સમગ્ર મામલો : વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં ગજેન્દ્રસિંહ પરમાર જેસલમેર જઈ રહ્યા હતા, ત્યારે આબુ રોડ પર આવતા ગજેન્દ્ર પરમારે મહિલાની સગીર પુત્રી સાથે શારીરિક છેડછાડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમયે મહિલા અને ગજેન્દ્રસિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદ જેસલમેર જવાની બદલે તમામ લોકો અમદાવાદ પરત આવી ગયા હતા અને આ સમય દરમિયાન ગજેન્દ્રસિંહ વિરુદ્ધ મહિલાએ કરેલા શારીરિક શિક્ષણના આક્ષેપને લઈને ગુનો નોંધાવતા કેસ ચાલતો હતો. જોકે મહિલા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેને આ કેસને લઈને સતત ધમકી મળતી હતી. જેને કારણે તેને માર્ચ 2022માં સતત ધમકીઓના કારણે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

આ પણ વાંચો : Soil Scam: હાઇકોર્ટે ફરી તપાસના આદેશ આપ્યા, 28મી ફેબ્રુઆરી સુધીમાં રીપોર્ટ આપો

ધારાસભ્યોના કોર્ટ કચેરીના ધક્કા ઉલ્લેખનીય છે કે પ્રાંતિજ વિધાનસભા બેઠક પરથી ભાજપના ગજેન્દ્ર પરમારની 44 હજારના વધુ મતથી જીત થઈ હતી. જ્યારે તેમની સામે કોંગ્રેસના બેચરજી રાઠોડની હાર થઈ હતી. ચૂંટણીને હજુ એકાદ મહિનો પૂરો થયો છે, ત્યાં જ ભાજપના ધારાસભ્યોના કોર્ટ કચેરીના ધક્કા ચાલુ થઈ ગયા છે. હજુ બે દિવસ પહેલા જ અમદાવાદની ગ્રામ્ય કોર્ટે ધારાસભ્ય હાર્દિક પટેલને સમન્સ પાઠવ્યું છે, ત્યારે હવે જોવું રહ્યું કે આ સમગ્ર ઘટના કેવો વળાંક લે છે અને કોર્ટ આગામી સમયમાં ધારાસભ્યને શું આદેશ આપે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.