અમદાવાદઃ અગાઉ તિસ્તા સેતલવાડે તપાસ અધિકારી નિવેદન લેવા માટે તેના મુંબઈ ખાતેના નિવાસસ્થાન પર આવે તેવી માગ સાથે હાઈકોર્ટ સમક્ષ પોલીસ પાસેથી નિર્દેશ માંગ્યા હતા. હાઈકોર્ટે તિસ્તા સેતલવાડને તે કઈ તારીખે નિવેદન આપી શકશે. જે અંગે શહેર ક્રાઈમ બ્રાંચના તપાસ અધિકારીને પત્ર લખી જાણ કરવાનો આદેશ કર્યો છે.
સામૂહિક કબર ખોદવા સંદર્ભે દાખલ થયેલી FIR સામેની ક્વોશિંગ પીટીશનમાં રજૂ કરેલી નોટ વર્ષ 2017થી પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. તિસ્તા સેતલવાડે તરફે હાઈકોર્ટમાં રજુૂકરાયેલી નોટમાં જણાવવામાં આવ્યું છે કે, 27મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના તપાસ અધિકારીએ CRPCની કલમ 160 મુજબ સાક્ષી તરીકે નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું હતું.
લુણાવાડા મ્યુનિસિપાલટીના હદ વિસ્તારમાં આવતા સ્મશાન સ્થાનમાં દફનાવેલા શબોને ખોદવાના મામલે 7 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વર્ષ 2011માં તેના પૂર્વ સાથી રઈસ ખાને કબર તિસ્તાના ઈશારે ખોદવામાં આવી છે તેવો આક્ષેપ કર્યો હતો. આ કેસમાં તિસ્તા સેતલવાડને સ્થાનિક કોર્ટ તરફથી આગોતરા જામીન આપવામાં આવ્યા હતાં.