ETV Bharat / state

High Court: ગિરનાર પર્વત પર ગંદકી મામલે HCએ જૂનાગઢ કલેક્ટર અને કૉર્પોરેશનને જોઈન્ટ રિપોર્ટ રજૂ કરવા કર્યો આદેશ - જૂનાગઢ પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત

જૂનાગઢમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત ઉપર ગંદકીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે આજે સુનાવણી હાથ ધરાતા ગુજરાત હાઈકોર્ટે રિપોર્ટ રજૂ કરવા જૂનાગઢ કલેક્ટર અને કૉર્પોરેશનને આદેશ આપ્યો છે.

High Court: ગિરનાર પર્વત પર ગંદકી મામલે HCએ જૂનાગઢ કલેક્ટર અને કૉર્પોરેશનને જોઈન્ટ રિપોર્ટ રજૂ કરવા કર્યો આદેશ

author img

By

Published : Mar 2, 2023, 6:25 PM IST

જૂનાગઢઃ સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના મંદિર તેમ જ દત્તાત્રેય મંદિરની આસપાસ ગંદકી હોવાથી શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓના આરોગ્યને જોખમ ઊભું થઈ રહ્યું છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે રજૂઆત કરી હતી કે, ગિરનાર પર્વતના મંદિરોની આસપાસ જે ગંદકીમાં ફેલાવો થઈ રહ્યો છે. તેમાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. આ સમગ્ર મામલે વિગતવાર રિપોર્ટ મગાવવામાં આવે અને તપાસ કરવામાં આવે.

આ પણ વાંચોઃ Gujarat High Court Issues Notice : ગિરનાર પર્વતને લઇને ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢ કોર્પોરેશનને પાઠવી નોટિસ

HCનો હુકમઃ ગુજરાત હાઈકોર્ટે રજૂઆતને ધ્યાનમાં રાખતા આ સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. આ માટે ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢ જિલ્લા કલેકટર અને ચીફ કન્ઝવર્ટર ઑફ ફોરેસ્ટ અને જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશનને સમગ્ર મામલે તપાસ કરીને જોઈન્ટ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે.

HCએ સરકારને આપ્યો હતો ઠપકોઃ મહત્વનું છે કે, ગત સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવા માટે આદેશ આપ્યો હતો. તેમાં પ્લાસ્ટિક સહિતની ગંદકીની તત્કાલ સફાઈ કરવાનું કહેવામાં આવ્યું છે. આ અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું. સાથે જ ગુજરાત હાઈકોર્ટે સરકારને ઠપકો આપતા કહ્યું હતું કે, તમારે શબરીમાલા અને વૈષ્ણોદેવી મંદિરની સ્વચ્છતા જોઈને બોધપાઠ લેવો જોઈએ.

HCએ નારાજગી વ્યક્ત કરીઃ ગુજરાતના ધાર્મિક સ્થળોમાં પણ આવી સાફસફાઈ હોવી જોઈએ. સાથે જ ગુજરાત હાઈકોર્ટે એ પણ જણાવ્યું હતું કે, સ્વચ્છતા મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી નહીં લેવાય. ગિરનાર પરના અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિરની આસપાસ ખૂબ જ વધારે ગંદકી છે. ત્યાં રિઝર્વ ફોરેસ્ટ એરિયાના બાંધકામની કામગીરી સામે પણ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ Nityanand Ashram Controversial Case : ગુમ થયેલી બંને યુવતીઓને હાઇકોર્ટમાં ફિઝિકલી હાજર કરવા પિતાની માગ

કોઈ પગલા ન લેવાયાનો અરજદારનો આક્ષેપઃ મહત્વનું છે કે, ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય અને અંબાજી મંદિર આસપાસ જામેલા કચરાનાં ઢગલા અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે રજૂઆત કરી હતી કે, અનેકવાર જૂનાગઢ કલેક્ટર, ચીફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે 28 માર્ચ સુધીમાં જોઈન્ટ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ મામલે હવે વધુ સુનાવણી 28 માર્ચએ હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.