ETV Bharat / state

Gujarat High Court: વડોદરા વ્હાઈટ હાઉસ ડિમોલિશનને અટકાવવા થયેલી અરજી HCએ ફગાવી, કહ્યું - લેન્ડગ્રેબર્સને રક્ષણ ન મળે - application to Stop Vadodara White House

વડોદરાનો વ્હાઈટ હાઉસ ડિમોલિશનનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. ડિમોલિશનની કામગીરીને અટકાવવા અરજદારે અરજી કરી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે આ અરજીનો અસ્વીકાર કરતા જણાવ્યું હતું કે, લેન્ડગ્રેબર્સને કોઈ પણ પ્રકારનું રક્ષણ મળી ન શકે.

Gujarat High Court: વડોદરા વ્હાઈટ હાઉસ ડિમોલિશનને અટકાવવા થયેલી અરજી HCએ ફગાવી, કહ્યું - લેન્ડગ્રેબર્સને રક્ષણ ન મળે

author img

By

Published : Feb 15, 2023, 5:35 PM IST

અમદાવાદઃ વડોદરા શહેરમાં વિવાદિત વ્હાઈટ હાઉસ ડિમોલેશનની લઈને જે પ્રક્રિયા ચાલી રહી છે. તેને અટકાવવા માટે વ્હાઇટ હાઉસના માલિકે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. સાથે જ આ અરજી પર તાત્કાલિક સુનાવણીની માગ કરવામાં આવી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે આ અરજીને સ્વીકારવાની જ ના પાડી દીધી છે. તેમ જ મનાઈ હુકમની જે રજૂઆત હતી તે માગણી પણ કોર્ટે નથી માની.

આ પણ વાંચોઃ Vadodara News : વ્હાઈટ હાઉસ પર દબાણનું બુલડોઝર તંત્રએ રોકી દીધું, પુત્રએ હાઈકોર્ટે સ્ટે આપ્યાનો કર્યો દાવો

અરજદારે અરજી પરત ખેંચીઃ વડોદરાના ચર્ચાસ્પદ વ્હાઇટ હાઉસને તોડી પાડવાની આજ સવારથી જ કામગીરી ચાલી રહી છે. આ જ કામગીરીને રોકવા અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે અરજીને ફગાવી દેતા અરજદારે અરજી પરત ખેંચી લીધી છે.

હાઈકોર્ટમાં રજૂ કરાયા દસ્તાવેજઃ સમગ્ર મામલે અરજદારોની રજૂઆત હતી કે, જે રીતે સરકાર દાવો કરી રહી છે કે, આ જગ્યા સરકારની છે. તેવી રીતે અમને પણ અમારો પક્ષ મૂકવા દેવામાં આવે. તેમ જ આ કેસની તાત્કાલિક સુનાવણી પણ હાથ ધરવામાં આવે. સાથે જ અરજદારો દ્વારા બધા રેકોર્ડ પણ હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. ઉપરાંત જે પ્રોપર્ટી કાર્ડ છે. તે પણ કોર્ટને બતાવવામાં આવ્યું હતું. તેમાં પરમિશન અને બાકીના દસ્તાવેજ હતા.

જમીન ગૌચર હોવાનું આવ્યું સામેઃ જોકે, આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા સ્પષ્ટપણે કહ્યું હતું કે, લેન્ડગ્રેબર્સને કોઈ પણ પ્રકારનું રક્ષણ મળી શકે નહીં. હાઈકોર્ટે પોતાની વાત સ્પષ્ટપણે કહેતા કહ્યું હતું કે, તમે કોઈ પણ પાસેથી જગ્યા ખરીદી હોય, પરંતુ મૂળ જગ્યા જ્યારે સરકારની હોય છે. જ્યારે બીજા કોઈએ બાંધકામ કરીને જગ્યા તમને સોંપી દીધી હોય કે વેચી દીધી હોય તેવા પણ સંજોગોમાં જમીન તો સરકારની જ રહેવાની છે. આ સાથે જ ક્યાંકને ક્યાંક આ જમીન ગૌચર જમીન હોવાનું પણ સામે આવ્યું હતું.

હાઈકોર્ટે અરજી ફગાવીઃ ગુજરાત હાઈકોર્ટે ઉમેર્યું હતું કે, અરજદારે જે રેકોર્ડ હાઈકોર્ટ સમક્ષ મૂક્યો છે. તેના પરથી જ ફલિત થાય છે કે, આ જમીન સરકારની છે અને આ પ્રકારની જગ્યામાં લેન્ડગ્રેબિંગ થયું હોય તો લેન્ડગ્રેબર્સને કોઈ રક્ષણ ના મળે. આ તમામ મુદ્દાને લઈને સરકારી જમીન પચાવી પાડનારા કોઈ પણ પ્રકારનું રક્ષણ મેળવી ના શકે કે, કોઈ પણ પ્રકારનો મનાઈ હુકમ પણ મેળવી ના શકે તેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ અરજીને ફગાવવાનું વલણ દાખવ્યું હતું. એટલે અરજદારે અરજીને પરત ખેંચવાની ફરજ પડી હતી.

આ પણ વાંચોઃ White House scam : 100 કરોડની સરકારી જમીનના દબાણ હટાવવાનું શરુ, વ્હાઇટ હાઉસ પર હથોડા પડ્યાં

HCએ અરજીનો અસ્વીકાર કરતાં જ ડિમોલિશનની કામગીરી ફરી શરૂઃ મહત્વનું છે કે, વડોદરામાં સવારથી જ વ્હાઈટ હાઉસને તોડવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અંગે વ્હાઈટ હાઉસના માલિકના પૂત્રએ ગુજરાત હાઈકોર્ટે ડિમોલેશનની પ્રક્રિયા પર સ્ટે આપી દીધો છે તેવો દાવો કર્યો હતો. આ દાવો કરતાની સાથે જ ત્યાંના ઉપસ્થિત અધિકારીઓએ હાઈકોર્ટના ઓર્ડરની કોપી માગી હતી. તેમ જ જ્યાં સુધી કોપી ના આવે ત્યાં સુધી ડિમોલેશનની કામગીરીને પણ અટકાવી દીધી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે અરજીનો અસ્વીકાર કરતાં જ ફરી એક વાર કરોડોની જમીન ઉપર બંધાયેલા કરોડોના આ બંગલાને તોડી પાડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.