અમદાવાદ : મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે તેમની જીતને પડકારતી ઇલેક્શન પિટિશન ફાઈલ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. હાઇકોર્ટ ઇલેક્શન કમિશનર, કાંતિ અમૃતિયા સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભારે બહુમતી સાથે જીત મેળવી હતી. જોકે, જીતેલા કેટલાક ધારાસભ્યની જીતના ગુજરાત હાઇકોર્ટમાં પડકાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Gujarat High Court: હાઇકોર્ટમાં કુલ જજની સંખ્યા 31 થઈ, મળ્યા બે નવા જજ
જીતને પડકારઃ હવે મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને પડકારવામાં આવી છે. કાંતિ અમૃતિયાની જીત સામે હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી છે. અરજદારે કાંતિ અમૃતિયાના એફિડેવિટ સામે વાંધો ઉઠાવ્યો છે.
શું છે સમગ્ર મામલો : ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને તેમના પ્રતિસ્પર્ધી નિરૂપા મધુએ ગુજરાત હાઇકોર્ટમાં પડકારી છે. ગુજરાત હાઇકોર્ટમાં જે ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી છે. તેમાં કાંતિ અમૃતિયા સામે તેમની એફિડેવિટ અને તેમના આચરણ સામે વાંધો ઉઠાવવાના કારણો આપવામાં આવ્યો છે. આ સાથે જ કાંતિ અમૃતીયાના ભ્રષ્ટ આચરણને મુખ્ય કારણ જણાવવામાં આવ્યું છે. તેમજ જે એફિડેવિટ ફાઈલ કરવામાં આવ્યો છે. તેમાં ભૂલ હોવા છતાં પણ રીટર્નિંગ ઓફિસરે એફિડેવિટ મંજુર કર્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે.
પક્ષકારોને નોટિસ પાઠવી : આ સમગ્ર મામલે હાઇકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે ચૂંટણી પંચ કમિશનરને, સરકારને તેમજ કાંતિ અમૃતિયા સહિત તમામ પક્ષકારો સામે નોટિસ ઇશ્યુ કરી છે. આગામી સપ્તાહ સુધીમાં આ મામલે જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી હમણાં તાજેતરમાં જ પૂરી થઈ છે, પરંતુ કોંગ્રેસ અને ભાજપના અનેક ઉમેદવારો દ્વારા જીતેલા ધારાસભ્યો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેમની સામે ઇલેક્શન પિટિશન ફાઈલ હાઇકોર્ટમાં કરવામાં આવી છે. જેમાં વિવિધ નામી ધારાસભ્યોનો સમાવેશ થાય છે. ત્યારે હવે વધુ એક ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે ઇલેક્શન પિટિશન ફાઈલ થઈ છે. આ મુદ્દે આગામી સપ્તાહે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : Gujarat High Court News : આવા રસ્તા અને ઢોર મુદ્દે સરકારને સીધો સવાલ કરતી ગુજરાત હાઇકોર્ટ, એએમસી રિપોર્ટ આપશે
કાંતિ અમૃતિયાની રાજકીય ક્ષેત્રે : મહત્વનું છે કે, કાંતિ અમૃતિયા ઘણા સમયથી મોરબીના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જોકે પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બ્રિજેશ મેરજાએ મેદાન માર્યું હતું અને કાંતિ અમૃતિયાનું પત્તુ કપાયું હતું. પરંતુ ઓક્ટોબર મહિનામાં થયેલા મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં કાંતિ અમૃતિયાએ નદીમાં કૂદીને લોકોના જીવ બચાવ્યા હતા અને લાઈમ ટાઈમમાં આવ્યા બાદ ફરી એકવાર તેમણે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું ધારાસભ્ય પદ પરત મેળવ્યું હતું.