અમદાવાદ : પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો, સાંસદો સામે લાંબા સમયથી પડતર કેસના વિવાદને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કેટલાક ધારાસભ્યો તેમજ સાંસદો સામે જે પડતર કેસ હતા. તે પડતર કેસની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. તેમજ પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો તેમજ સાંસદો સામે પડતર કેસની સંખ્યા ઘટાડવા માટે કોર્ટે તમામ પ્રકારની કાર્યવાહી પણ કરી છે. અત્યાર સુધીમાં ધારાસભ્યો તેમજ સાંસદો સામે કેટલા કેસની સંખ્યા બાકી છે અને કેટલા કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
કેસનું શુ સ્ટેટસ : ગુજરાત હાઇકોર્ટે પૂર્વ-વર્તમાન ધારાસભ્ય અને સાંસદો સામેના પડતર કેસના વિવાદને લઈને સુઓમોટો લીધી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા તમામ જિલ્લાની અદાલતો પાસેથી આ મામલે કેસોનું શુ સ્ટેટસ છે. તે તમામ વિગતો મંગાવીને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું.
93 કેસો પેન્ડિંગ હતા : જિલ્લાની અદાલતોમાં પૂર્વ અને વર્તમાન ધારાસભ્યોના 2020માં 93 પડતર કેસની પેન્ડિંગ હતા. જેની સંખ્યા ઘટીને વર્ષ 2022માં 48ની આસપાસ પહોંચી છે, એટલે કે કહી શકાય કે અડધા જેટલા કેસનો નિકાલ થયો છે. તો બીજી બાજુ નવા કેસમાં પણ ઉમેરો થયો છે. જ્યારે વર્ષ 2022માં કુલ નવા 7 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. સૌથી વધારે અત્યારે અમદાવાદ જિલ્લાની કોર્ટમાં કેસ પડતર છે. વર્તમાન ધારાસભ્ય હાર્દિક પટેલ સામે આઠ જેટલા કેસ પેન્ડિંગ હોવાની વિગતો સામે આવી છે.
સુપ્રીમ કોર્ટેની તાકીદ : મહત્વનું છે કે, જેટલા પણ કેસ પેન્ડિંગ છે તે તમામ કેસને ઝડપથી ચલાવવા માટે સુપ્રીમ કોર્ટે તાકીદ કરી છે. તે મામલાને ધ્યાનમાં લઈને હાઇકોર્ટે ધારાસભ્યોના કેસમાં મુદતો પડે છે. તો શા માટે મુદતો પડે છે? ક્યા કારણોસર મુદતો આપવામાં આવી છે? જો વડી અદાલત કે અન્ય કોઈ કોર્ટનો સ્ટે હોય તો તે બાબતની વિગતો પણ મુદતો આપતી વખતે નોંધવાની રહેશે. આવું હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. તેમજ કેસને લગતી જે પણ વિગતો હોય એ તમામ વિગતો કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે.
આ પણ વાંચો : Habeas Corpus in Gujarat High Court : સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સગીર દીકરીઓના લગ્ન કરાવવાનું કૌભાંડ, હેબિયસની સુનાવણી
કેસનો નિકાલ લાવવા આદેશ : ઉલ્લેખનીય છે કે, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો તેમજ સાંસદો સામે ઘણા લાંબા સમયથી પડતર પડેલા કેસને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી ન હતી. આ સમગ્ર કેસને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોની હાઇકોર્ટને ધારાસભ્યો તેમજ સાંસદો સામે કેસની કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા. તેમજ જેમ બને તેમ તમામ કેસનો નિકાલ લાવવા માટે પણ આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ ગુજરાત હાઇકોર્ટે આ કેસના વિવાદને લઈને સુઓમોટો કરી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે સુઓમોટો કરવામાં આવી હતી. તેને જાહેરહિતની અરજીમાં સમાવવામાં આવી હતી. આ સાથે જ હાઇકોર્ટે કે બધા કેસની ઝડપી સુનાવણી માટે ખાસ કોર્ટની રચના કરવાના આદેશ આપ્યા હતા.
આ પણ વાંચો : Gujarat High Court : દેવીદેવતા અને દુષ્કર્મ કટિગ ચિત્ર વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટનો વિદ્યાર્થી તરફે ચુકાદો
સુપ્રીમ કોર્ટના આદેથી હાઇકોર્ટ દ્વારા તરત પાલન : હાઈકોર્ટ તરફથી ઓક્ટોબર 2020માં એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. એ પરિપત્ર પ્રમાણે ગુજરાતમાં જે સાંસદો અને ધારાસભ્યો સામે કેસ પેન્ડિંગ હોય તેની સામે ઝડપથી ટ્રાયલ માટે ખાસ કોર્ટ પણ નીમવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો. તે આદેશનું હાઈકોર્ટ દ્વારા આ તરત પાલન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો અને સાંસદો સામે જે પડતર કેસનું નિકાલ થયો છે તે એક પ્રકારે કે કોર્ટ માટે માઇલસ્ટોન પ્રમાણે સાબિત થયું છે.