અરજદાર તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી છે કે દંપતિને 14 વર્ષથી કોઈ બાળક નથી અને ડિસા રેલ્વે સ્ટેશન પર 15 દિવસની અજ્ઞાત બાળકી મળી આવી હતી જ્યાર બાદ CWC(ચાઈલ્ડ વેલ્ફેર કમિટી)ની પરવાનગી મેળવ્યા પછી તેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી જ્યાં દંપતિએ તેની સાર-સંભાળ રાખી હતી જોકે CWCએ 10 દિવસ માટે બાળકીનો કબ્જો આપ્યો હતો જ્યારબાદ અરજદાર દંપતિએ બાળકીને કાયમી ધોરણે દત્તક લેવા માટે અરજી દાખલ કરી હતી. જે CWCએ ફગાવી દેતા તેને પડકારતી રિટ હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી. હાઈકોર્ટે હાલ વચ્ચગાળાનો આદેશ આપી બાળકીને દંપતિના કબ્જા હેઠળ રાખવાનો આદેશ કર્યો છે.
સરકાર પક્ષ તરફે દલીલ કરવામાં આવી હતી કે બાળક દતક આપવાની સતા CWC પાસે નહિ પરતું CARA પાસે છે અને જ્યાં સુધી દ્વારા બાળકને દતક આપવામાં ન આવે ત્યાં સુધી અરજદાર દંપતિને સત્તાવાર રીતે બાળક આપી શકાય નહિ. શરૂઆતથી જ અરજદાર દંપતિ બાળક પોતાની પાસે રાખવા માંગે છે. તેમના દ્વારા બાળકીને તરછોડી જનાર અજ્ઞાત વ્યકિત સામે પણ FIR દાખલ કરી નથી. બાળકીના મળી આવ્યાના 60 દિવસ સુધીમાં મૂળ માતા-પિતા કબ્જા માટે અરજી દાખલ ન કરે તો તેને દત્તક આપી શકાય છે. આ મામલે વધુ સુનાવણી 26મી ડિસેમ્બરે હાથ ધરાશે.