ETV Bharat / state

HC Judge Apology : ગુજરાત હાઈકોર્ટના એક ન્યાયાધીશે પોતાની ભૂલ પર અફસોસ વ્યક્ત કર્યો, જાણો સમગ્ર મામલો... - ન્યાયાધીશ મૌના ભટ્ટ

જસ્ટિસ વૈષ્ણવ અને જસ્ટિસ ભટ્ટની ખંડપીઠનો સોમવારના સત્રનો વીડિયો ગુજરાત હાઈકોર્ટના ઓફિશિયલ યુટ્યુબ પેજ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ફરતી ઘટનાના એક કથિત વીડિયોમાં જ્યારે જસ્ટિસ વૈષ્ણવ ચુકાદો આપી રહ્યા હતા ત્યારે જસ્ટિસ ભટ્ટ કંઈક ગણગણાટ કરતા જોવા મળ્યા હતા.

HC JUDGE APOLOGY
HC JUDGE APOLOGY
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 5:48 PM IST

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટમાં એક અજીબ બનાવ સામે આવ્યો છે. જેમાં અદાલતમાં ચાલતા એક કેસ અંગે ન્યાયાધીશે ખંડપીઠમાં સામેલ પોતાના સાથી જજ સામે અસંમતિને પગલે નારાજગી વ્યક્ત કરી હતી. આ પ્રસંગનો એક વીડિયો પણ બાદમાં સામે આવ્યો હતો. જેના બે દિવસ બાદ ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશે આ મામલે અંગે માફી માંગી હતી અને પછી કોર્ટનું સત્ર શરૂ કર્યું હતું. જસ્ટિસ બીરેન વૈષ્ણવે કહ્યું કે, સોમવારે કોર્ટમાં જે કંઈ થયું તેના માટે તેઓને અફસોસ છે. ઉલ્લેખનિય છે કે, મંગળવારે દશેરાના પર્વ નિમિતે કોર્ટ બંધ હતી.

શું હતો મામલો ? ખંડપીઠના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ વૈષ્ણવે 23 ઓક્ટોબરે ઉપ ન્યાયાધીશ મૌના ભટ્ટ સાથે ઉગ્ર દલીલ કરી હતી. જસ્ટિસ વૈષ્ણવ એક કેસમાં આદેશ આપી રહ્યા હતા અને જસ્ટિસ મૌના ભટ્ટ તેઓની સાથે સહમત ન હતા. ત્યારે આ મામલે બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. જસ્ટિસ વૈષ્ણવે સત્ર શરૂ થતાંની સાથે જ ખંડપીઠમાં રહેલા સાથી જસ્ટિસ મૌના ભટ્ટની હાજરીમાં કહ્યું કે, સોમવારે જે પણ થયું તે નહોતું થવું જોઈતું હતું. હું ખોટો હતો. હું તેના માટે દિલગીર છું, અને ચાલો નવું સત્ર શરૂ કરીએ.

જજે અફસોસ વ્યક્ત કર્યો : જસ્ટિસ વૈષ્ણવ અને જસ્ટિસ ભટ્ટની ડિવિઝન ખંડપીઠના સોમવારના સત્રનો વીડિયો ગુજરાત હાઈકોર્ટના ઓફિશિયલ યુટ્યુબ પેજ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ફરતી ઘટનાના એક કથિત વીડિયોમાં જ્યારે જસ્ટિસ વૈષ્ણવ ચુકાદો આપી રહ્યા હતા ત્યારે જસ્ટિસ ભટ્ટ કંઈક ગણગણાટ કરતા જોવા મળ્યા હતા.

ઉગ્ર દલીલનો વીડિયો : આ વાયરલ વીડિયો અંગે જસ્ટિસ વૈષ્ણવે કહ્યું કે, તો તમારો અભિપ્રાય અલગ છે. એક મામલે અમારો અભિપ્રાય અલગ છે, બીજા મામલામાં અમારો અભિપ્રાય અલગ હોઈ શકે છે. ત્યારે જસ્ટિસ ભટ્ટે કહ્યું કે, આ મતભેદનો પ્રશ્ન નથી. જેના પર જસ્ટિસ વૈષ્ણવે કહ્યું કે, તો બડબડાટ ન કરો, તમે અલગ આદેશ આપો. અમે અન્ય કેસ નથી લઈ રહ્યા. ત્યારબાદ તેઓ ઉઠ્યા અને કોર્ટ રૂમમાંથી બહાર નીકળી ગયા હતા.

  1. Doctor Atul Chag Suicide Case: ડોક્ટરના પરિવારે HCમાં કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની અરજીની પ્રક્રિયા શરૂ કરી
  2. પૂર્વ પ્રધાન જસા બારડ પર ગેરકાયદેસર બાંધકામ કર્યાનો આક્ષેપ, HCએ કરી લાલ આંખ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.